અમદાવાદ/ નિર્ણયનગરમાં અસામાજિક તત્વોનો આતંક, 40 થી વધુ કારના તોડ્યા કાચ

નિર્ણયનગર વિસ્તારમાં આવેલા નંદનવન આવાસ યોજનામાં રવિવારે મોડી સાંજે પાર્ક કરાયેલી ગાડીઓ અને બાઇકોમાં તોડફોડ કરવામાં આવી હતી.

Ahmedabad Gujarat
નિર્ણયનગરમાં
  • અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક
  • નિર્ણયનગરમાં અસામાજિક તત્વોનો આતંક
  • શખ્સોએ 40 થી વધુ કારના કાચ તોડ્યા
  • ATMને પણ પહોંચાડ્યું નુક્શાન
  • 20 થી વધુ લોકોએ મચાવ્યો આતંક
  • અસામાજિક તત્વો દ્વારા લોકોને માર્યો માર
  • ઇજાગ્રસ્તોને સિવિલ મોકલવામાં આવ્યા

અમદાવાદના નિર્ણયનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. મોડીરાતે 20થી વધુ લોકોએ આ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. દરમિયાન 40થી વધુ કારના કાચ તોડ્યા હતા. આ ઉપરાંત આવા લુખ્ખા તત્વોએ લોકોને માર માર્યો હતો. તો ATMને પણ નુકસાન પહોંચાડ્યાની વિગતો સામે આવી હતી. આવારા તત્વોએ લોકોને માર મારતાં ઈજાગ્રસ્ત થયેલાઓને સારવાર અર્થે સિવિલ મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :ભીલડી રોડ પર સર્જાયો અકસ્માત, બે નાં મોત, 13 લોકોને થઈ ઇજા

આ મામલે મળતી માહિતી અનુસાર, શહેરના નિર્ણયનગર વિસ્તારમાં આવેલા નંદનવન આવાસ યોજનામાં રવિવારે મોડી સાંજે પાર્ક કરાયેલી ગાડીઓ અને બાઇકોમાં તોડફોડ કરવામાં આવી હતી. અસામાજિક તત્વો દ્વારા મોડી રાત્રે 40 જેટલા વાહનોના કાચ તોડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અસામાજિક તત્વોએ નંદનવન આવાસ યોજનાની અંદર જ નહીં, બહાર રોડ પર પાર્ક થયેલી કેટલીક ગાડીઓ અને રિક્ષાના કાચ પણ તોડી નાંખ્યા હતા. જેના કારણે સ્થાનિકો પોતાને અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે અને વિસ્તારમાં ડરનો માહોલ બનેલો છે.

આ પણ વાંચો :વિધવા પ્રેમિકા લગ્ન માટે દબાણ કરતાં બે બાળકના પિતા એવા પ્રેમીએ ગળામાં માર્યા ચપ્પુના ઘા…

આ ઘટનામાં સ્થાનિકોના દાવા મુજબ 20 જેટલા બાઈકસવારો દ્વારા વાહનોમાં તોડફોડ કરાઈ છે. જાણવા મળી રહ્યું છે કે, નિર્ણયનગર વિસ્તારમાં આવેલા નંદનવન આવાસ સોસાયટીમાં મોડી રાત્રે 10.30 કલાકે 20 જેટલા બાઈકસવારો હાથમાં બેટ, લાકડી, હોકી અને તલવાર સાથે તોડફોડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :લીંબડી નગરપાલિકાના સેવાસેતુ કાર્યક્રમમાં 3790 અરજીનો હકારાત્મક નિકાલ કરાયો

આ પણ વાંચો :દ્વારકામાં કુદરતી આફતો સામે લોકોને જાગૃત કરાયા, NDRFની 6 બટાલિયન દ્વારા કામગીરી

આ પણ વાંચો : ઉઘલ-બલદાણા ગામના હાઈવે પરના પ્રવેશદ્વાર સામે મંજૂર થયેલા બ્રિજને ફેરવવા પાછળનો માસ્ટર માઈન્ડ કોણ?