વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સ્વરૂપમાં વિશ્વ ફલક પર અનતરિત થયેલા કાશી વિશ્વનાથ ધામ સંકુલનું ઉદ્ઘાટન કરવા માટે વારાણસી પહોંચ્યા છે જ્યાં તેમના સ્વાગતમાં રાજ્યનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર હતા.
Prime Minister Narendra Modi arrives in Varanasi
He will inaugurate phase 1 of Shri Kashi Vishwanath Dham, constructed at a cost of around Rs 339 crores.
(Photo source: PMO) pic.twitter.com/qm8vpxsx86
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 13, 2021
આ પણ વાંચો – Covid-19 / બાળકોનાં ભવિષ્ય પર મહામારીની પડશે ખરાબ અસર, ઘણા બાળકો ક્યારેય નહી જઇ શકે School : રિપોર્ટ
એરપોર્ટથી PM મોદી કાશી વિશ્વનાથ મંદિર પરિસર પહોંચ્યા હતા. જ્યા તેમણે કાલ ભૈરવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ PM મોદીએ CM યોગી સાથે મંદિર પરિસરમાં નવી બનેલી ઈમારતોનું નિરીક્ષણ કર્યું હતું.
https://twitter.com/mantavyanews/status/1470270035960610818?s=20
#WATCH Prime Minister Narendra Modi offers prayers at Kaal Bhairav temple in Varanasi
Later, he will offer prayers at Kashi Vishwanath temple inaugurate phase 1 of Kashi Vishwanath Corridor
(Source: DD) pic.twitter.com/ZmO1AG08uC
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 13, 2021
જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીની તેમની યાત્રાની તસવીરો શેર કરી છે. PM મોદીએ કહ્યું છે કે, કાશી પહોંચ્યા બાદ હું ધન્ય થયો છું. થોડા સમય પછી આપણે બધા કાશી વિશ્વનાથ ધામ પ્રોજેક્ટનાં લોકાર્પણનાં સાક્ષી બનીશું. આ પહેલા મેં કાશીનાં કોટવાલ કાલ ભૈરવજીનાં દર્શન કર્યા હતા.
काशी पहुँचकर अभिभूत हूँ।
कुछ देर बाद ही हम सभी काशी विश्वनाथ धाम परियोजना के लोकार्पण के साक्षी बनेंगे।
इस से पहले मैंने काशी के कोतवाल काल भैरव जी के दर्शन किए। pic.twitter.com/iEYUPhzPC6
— Narendra Modi (@narendramodi) December 13, 2021
આ પણ વાંચો – કાશી વિશ્વનાથ ધામ / PM મોદી કરશે ઉદ્ઘાટન, માત્ર બનારસી જ નહીં વિશ્વના શિવભક્તો પણ બનશે સાક્ષી
આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા અને PM ની એક ઝલક મેળવવા માંગે છે. PM મોદીએ તેમને નિરાશ કર્યા નહી. પૂજા કર્યા બાદ PM મોદી મંદિરની બહાર આવ્યા અને હાથ જોડીને લોકોનું અભિવાદન સ્વીકાર્યું.
#WATCH | People greet Prime Minister Narendra Modi in his parliamentary constituency Varanasi, Uttar Pradesh
(Source: DD) pic.twitter.com/mQkmpdSZ5Z
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 13, 2021
આ પછી તે ગંગા કિનારે જેટી પર પહોંચ્યા. PM મોદી અને CM યોગીએ જેટી પર સ્થિત રો-રો બોટ ‘અલકનંદા’માં બેસીને લલિતા ઘાટ સુધી લગભગ 20 મિનિટની મુસાફરી કરી હતી. આ દરમિયાન મોદીએ ગંગા કિનારે ઉભેલા સ્થાનિક લોકો અને મંદિર પરિસરમાં પહોંચેલા દર્શનાર્થીઓ તરફથી અલકનંદાની શુભેચ્છાઓ સ્વીકારી હતી. તેમજ લલિતાઘાટ ખાતે ગંગામાં ડૂબકી લગાવી હતી.
https://twitter.com/mantavyanews/status/1470276826765283331?s=20
#WATCH | PM Narendra Modi offers prayers, takes a holy dip in Ganga river in Varanasi
The PM is scheduled to visit Kashi Vishwanath Temple and inaugurate the Kashi Vishwanath Corridor project later today
(Video: DD) pic.twitter.com/esu5Y6EFEg
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 13, 2021
લલિતા ઘાટ પર હાજર લોકોએ કહ્યું કે, હવે કાશીની તસવીર સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આજે કાશી બમ બમ બોલી રહી છે. લોકોએ કહ્યું કે, કાશીની સ્વચ્છતામાં મોટો બદલાવ આવ્યો છે. લોકોનું કહેવું છે કે તેઓ અહીં બાબા વિશ્વનાથનાં દર્શન કરવા અને PM મોદીની એક ઝલક મેળવવા આવ્યા છે.
https://twitter.com/mantavyanews/status/1470283235078782976?s=20
જણાવી દઇએ કે, કોવિડ મહામારી હોવા છતાં, પ્રોજેક્ટ પરનું કામ સમયસર પૂર્ણ થઇ ગયુ છે. PM મોદીની પ્રથમ મુલાકાત પ્રાચીન કાલ ભૈરવ મંદિરની રહી, જેને પ્રેમથી ‘કાશી કે કોતવાલ’ કહેવામાં આવે છે. બનારસની કળા અને સાંસ્કૃતિક વારસાને દર્શાવતી વિશાળ ભીંતચિત્રોથી લઈને કાશી વિશ્વનાથ મંદિરની નજીકની કેટલીક ઈમારતોની રોશની સુધી, વારાણસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે તૈયાર થઇ ગયુ હોય તેવા દ્રશ્યો ચારેય દિશાઓમાં જોવા મળ્યા છે. PM મોદી વારાણસીનાં મધ્યમાં આવેલા મહત્વાકાંક્ષી કાશી વિશ્વનાથ કોરિડોરને પ્રાચીન મંદિરમાં પ્રાર્થના કર્યા પછી લોકોને સમર્પિત કરશે, જેની મુલાકાતે ભારત અને વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવે છે. પ્રોજેક્ટનાં પ્રથમ તબક્કામાં કુલ 23 ઈમારતોનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
