ભારતમાં ઓમિક્રોન ખુબજ ઝડપથી વધુને વધુ રાજ્યોમાં પ્રસરી રહ્યો છે.. દેશના કેરળ, આંધ્રપ્રદેશ અને ચંદિગઢમાં ઓમિક્રોન વાયરસના પ્રથમ કેસ નોંધાયા છે. તો બીજી તરફ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઓમિક્રોનના વધુ એક-એક કેસ નોંધાયા છે.
આ પણ વાંચો ;વારાણસી / ક્રૂઝથી લલિતા ઘાટ પહોંચ્યા PM મોદી, ગંગામાં આસ્થાની લગાવી ડૂંબકી
ભારતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આ વેરિઅન્ટના નવા કેસો કેરળ, આંધ્ર પ્રદેશ અને ચંડીગઢમાં પણ સામે આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વધુ એક-એક કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઇટાલીથી ચંડીગઢ આવેલા એક 20 વર્ષીય યુવકનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો આયર્લેન્ડથી વાયા મુંબઇ વિશાખાપટનમ આવેલા 34 વર્ષના યુવકનો ઓમિક્રોન રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ હવે દેશભરમાં ઓમિક્રોનના કુલ કેસોની સંખ્યા વધીને 38 પર પહોંચી ગઇ છે.
આ પણ વાંચો :Covid-19 / બાળકોનાં ભવિષ્ય પર મહામારીની પડશે ખરાબ અસર, ઘણા બાળકો ક્યારેય નહી જઇ શકે School : રિપોર્ટ
મહારાષ્ટ્રના નાગપુરમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો છે.. સાઉથ આફ્રિકાથી વાયા દિલ્હી નાગપુર આવેલા 40 વર્ષીય પુરુષનો ઓમિક્રોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુ.કેથી વાયા અબુધાબી થઇ કેરળના એર્નાકુલમ આવેલા યુવકનો ઓમિક્રોન રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે
ઓમિક્રોનના કયા રાજ્યમાં કેટલા કેસ નોંધાયા છે તેના પર નજર કરીએ તો.
મહારાષ્ટ્ર 18
રાજસ્થાન 09
ગુજરાત 03
કર્ણાટક 03
દિલ્હી 02
ચંદિગઢ 1
આંધ્રપ્રદેશ 1
કેરળ 1
આમ ઓમિક્રોનના કેસ સતત વધતા જઇ રહ્યા છે. જે પણ નવા કેસો સામે આવ્યા છે તેમના પરિવારજનોની કે તેમના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ ચાલી રહી છે.
