Not Set/ રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 58 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે જે ચિંતાજનક બાબત છે,હાલ રાજ્યમાં કોરોના પ્રત્યે બેદરકારી જોવા મળી રહી છે,

Top Stories Gujarat

સમગ્ર વિશ્વમાં કોરોનનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી જેમાં  લાખો લોકો મૃત્યુ  પામ્યા હતા. ત્યારે સરકાર દ્વારા કેસોને નિયંત્રણમાં લાવવા  રસીકરણ હાથ ધરવામાં આવ્યું  છે . જેમાં  આ લોકોએ વેક્સિન લઈને સુરક્ષિત થયા હતા. ત્યારે હવે  એવો જ એક નવો રોગ  આવી રહ્યો છે . જેમાં વિશ્વમાં ઓમિક્રોનની એન્ટ્રીના તમામ દેશો કોરોના મામલે એલર્ટ થઇ ગયા છે,તેમજ દિવાળી પછી લોકોની બેદ્ર્કારીના  ના લીધે  કેસો માં સતત દિવસે ને દિવસે વધતાં જોવા મળી રહ્યા  છે.પણ કોરોનાના નવા વેરિઅન્ટના કેસ પણ વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 58 કેસ સામે આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે જે ચિંતાજનક બાબત છે,હાલ રાજ્યમાં કોરોના પ્રત્યે બેદરકારી જોવા મળી રહી છે,સરકારની ગાઇડલાઇન નેવે મુકી દીધી છે,જેના લીધે ત્રીજી લહેર આવવાની સંભાવના નકારી શકાય નહી આજે જે રીતે કેસમાં ઉછાળો જોવા મળ્યો છે તંત્ર માટે રેડ એલર્ટ સમાન છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 58 કેસ નોંધાયા છે,જ્યારે અમદાવાદમાં સૈાથી વધારે 18કેસ ,  વડોદરામાં  12 , કોરોનાના કેસ નોંધાયા છે.જ્યારે કોરોનાને માત આપીને સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારોથઇ રહ્યો છે,છેલ્લા 24 કલાકમાં 56 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી એક  દર્દીનું મોત નિપજ્યું છે .

ગુજરાતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 548ને પાર થઇ છે,કુલ કોરોનાના કેસની સંખ્યા 8,27,701છે અને રાજ્યમાં કોરોનાને માત આપીને સાજા થનાર કુલ દર્દીઓની સંખ્યા 8,17,543 થઇ છે.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 58 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 18 કેસ
વડોદરામાં કોરોનાના 12 કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં 56 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં 1 મૃત્યુ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 549
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,27,701
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,543