અકસ્માત/ ઉત્તરપ્રદેશના લખનૈાની ઇન્દિરા નહેરમાં SUV ખાબકી જતાં 4 લોકોનાં મોત 3 લાપતા

શુક્રવારે મોડી સાંજે લખનૌના નાગ્રામમાં ભૌરા કલા પાસે એક પુરઝડપે અને બેકાબૂ  SUV કાર અચાનક આવી અને ઈન્દિરા કેનાલમાં પડી.

Top Stories India

યુપીના લખનૌ પાસે શુક્રવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, એક બેકાબૂ SUV કાર ઈન્દિરા કેનાલ પર પડી હતી. કારમાં લગભગ નવ લોકો સવાર હતા. અકસ્માતની જાણ થતાં આસપાસના ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગ્રામજનોએ રાહત કાર્ય શરૂ કરી દીધુ હતું . દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયા છે જયારે ,બે લોકોને બચાવી લેવામાં  આવ્યા છે. બાકીના ત્રણ લોકો ગુમ છે, જેમની શોધખોળ ચાલુ છે.

શુક્રવારે મોડી સાંજે લખનૌના નાગ્રામમાં ભૌરા કલા પાસે એક પુરઝડપે અને બેકાબૂ  SUV કાર અચાનક આવી અને ઈન્દિરા કેનાલમાં પડી. કારની સ્પીડ એટલી ઝડપી હતી કે પાણીમાં પડવાથી જોરદાર અવાજ આવ્યો. અવાજની જાણ આસપાસના ગ્રામજનોને થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કારની અંદર નવ લોકો હતા. આ અંગે ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. જોકે, પોલીસ આવે ત્યાં સુધીમાં ગ્રામજનોએ બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. ગ્રામજનોએ ચાર લોકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જ્યારે બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. ત્રણ લોકો હજુ પણ ગુમ હોવાનું કહેવાય છે.પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધીને વધપ તપાસ હાથ ધરી છે.