- અમદાવાદમાં ઠંડીનું જોર વધ્યું
- નલિયામાં 5.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર
- અમદાવાદીઓ ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા
- શિયાળાની વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ
- મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો
- વેજીટેબલ અને ફ્રૂટ જ્યુસનું વેચાણ પણ વધ્યું
- સૌરાષ્ટ્ર,કચ્છ,ઉ.ગુજરાતમાં કોલ્ડ વેવની વકી
રાજ્યમાં હવે ઠંડીનું જોર વધ્યું છે. છેલ્લા ઘણા દિવસથી કચ્છનાં નલિયામાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે આજે અહી ઠંડીએ વધુ જોર પકડ્યું છે. નલિયામાં આજે લઘુતમ તાપમાન 5.4 ડિગ્રી નોંધાયુ છે. વળી અમદાવાદમાં પણ લોકો ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા છે.
આ પણ વાંચો – 71ના યુદ્ધની કહાની / જ્યારે અમેરિકા પાકિસ્તાનની મદદ કરવા ભારત સામે આવી રહ્યું હતું ત્યારે રશિયાએ આ રીતે રોક્યો હતો
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે. જણાવી દઇએ કે, શિયાળાની સીઝનની શરૂઆત થઈ ગઇ છે. ધીરે ધીરે ઠંડી પણ પોતાની પકડ મજબુત બનાવી રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધશે તેવા સંકેત આપી દીધા છે. આ વર્ષે તો સૌથી પહેલા રાજ્યનું પાટનગર પણ ઠંડુગાર બન્યુ છે. જી હાં, આજે એટલે કે શનિવારે અચાનક તાપમાનનો પારો ગગડી જતા ગાંધીનગરમાં પણ વહેલી સવારે ઠંડીનાં પ્રમાણમાં વધારો થયો છે. અમદાવાદ-ગાંધીનગર હાઇ વે પર વહેલી સવારે ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. ઉપરાંત મોટાભાગનાં શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. ઠંડીનું જોર વધતા વેજીટેબલ અને ફ્રૂટ જ્યુસનું વેચાણ પણ વધ્યું છે. રાજ્યનાં સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી રવિવાર સુધી બે દિવસ કાતિલ ઠંડીનો દોર ચાલુ રહ્યા બાદ આગામી સપ્તાહનાં પ્રારંભથી રાહત રહેવાનો સંકેત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. રાજકોટમાં દિવસ-રાત ધમધમતા ઠંડીનાં કહેરમાં હજુ બે દિવસ તીવ્ર ઠંડી ચાલુ રહેવાનો સંકેત છે. શુક્રવારે પ્રથમવાર લઘુત્તમ પારો 9.2 ડિગ્રી સુધી ચાલુ સીઝનમાં નીચો પહોંચ્યો હતો તો મહત્તમ તાપમાન 26.3 ડિગ્રી સુધી, હવામાં ભેજનું પ્રમાણ 80થી 40 ટકા રહી હતી. પવન 20 કી.મી. સુધી ફુંકાયો હતો.
