Not Set/ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ નાણાવટીનું 86 વર્ષની વયે નિધન

 અનેક લોકપ્રિય કેસોની તપાસ કરનાર સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ જીટી નાણાવટીનું શનિવારે સવારે નિધન થયું છે. જસ્ટિસ નાણાવટીએ ગુજરાતમાં ગોધરા કાંડ  તેમજ 1984ના શીખ વિરોધી રમખાણોની પણ તપાસ કરી હતી.

Top Stories Ahmedabad Gujarat
જસ્ટિસ નાણાવટીની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ નાણાવટીનું 86 વર્ષની વયે નિધન

1984ના શીખ વિરોધી રમખાણોની તપાસ માટે એનડીએ સરકાર દ્વારા જસ્ટિસ નાણાવટીની નિમણૂક કરવામાં આવી હતી. તેઓ નાણાવટી કમિશનના એકમાત્ર સભ્ય હતા. અનેક લોકપ્રિય કેસોની તપાસ કરનાર સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ જીટી નાણાવટીનું શનિવારે સવારે નિધન થયું છે. જસ્ટિસ નાણાવટીએ ગુજરાતમાં ગોધરા કાંડ  તેમજ 1984ના શીખ વિરોધી રમખાણોની પણ તપાસ કરી હતી.

2002ના ગુજરાત રમખાણો અને 1984ના શીખ વિરોધી રમખાણોની તપાસ કરનાર કમિશનનું નેતૃત્વ કરનાર જસ્ટિસ જીટી નાણાવટીનું શનિવારે સવારે અમદાવાદમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ 86 વર્ષના હતા. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે નાણાવટીનું શનિવારે બપોરે 1.15 વાગ્યે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર જસ્ટિસ નાણાવટીના અંતિમ સંસ્કાર શનિવારે થલતેજ સ્મશાનગૃહમાં લગભગ 5:15 વાગ્યે કરવામાં આવ્યા હતા.

ગોધરા ટ્રેન સળગાવવા અને ત્યારબાદના રમખાણોની તપાસ માટે નિયુક્ત જસ્ટિસ નાણાવટીના કમિશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળ તેમજ પોલીસને ક્લીનચીટ આપી હતી. આ કમિશનની નિમણૂક 2002માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રમખાણોની તપાસ માટે કરી હતી. તપાસ પૂર્ણ કરવા માટે પંચને લગભગ છ મહિના માટે 24 એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું. જે બાદ પંચે 2014માં તેની તપાસ પૂરી કરી હતી. પંચે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, તેમના તત્કાલીન કેબિનેટ સાથીદારો, વરિષ્ઠ અધિકારીઓ અને કેટલાક જમણેરી સંગઠનોના પદાધિકારીઓની ભૂમિકાઓની પણ તપાસ કરી હતી.

અમદાવાદ / કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા યુ.એન. મહેતા હોસ્પિટલના સત્તાધીશો સામે નારાજ ..!!

ગુજરાત / પેપર લીકના તાર ખેડા સુધી પહોંચ્યા, શંકાના આધારે શિક્ષકની અટકાયત

National / લોકસભામાં સરોગસી બિલ મંજૂર, હવે સરોગસી માટે આ નિયમોનું પાલન કરવું જરૂરી છે