Ahmedabad News : અમિત ચાવડાએ સત્તાવાળાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલને 65 દિવસ બાદ બિનજરૂરી નાટકીય રીતે પકડવામાં આવ્યો છે. તેમણે આ ધરપકડને “નાટક” ગણાવતા જણાવ્યું કે, જ્યારે આરોપી વિદેશી પ્રવાસ પર 65 દિવસ જલસા કર્યા ત્યારે આટલા દિવસ સરકારી ક્યાં હતી, ત્યારે તેની ધરપકડ એક નાટકની જેમ થઈ તેમ જણાવ્યું.
અમિત ચાવડાએ કાર્તિક પટેલની ધરપકડને નાટકીય ગણાવી છે. ખ્યાતિકાંડનો આરોપી 65 દિવસ પછી અડધી રાત્રે પકડાય છે, ત્યારે 65 દિવસ સુધી વિદેશ જલસા કર્યા અને હવે રાતોરાત એક નાટકના ભાગ સ્વરૂપે ધરપકડ કરવામાં આવી.
અમિત ચાવડા કહ્યું કે, એક બાજુ કાયદો વ્યવસ્થની સ્થિતિ ગુજરાતમાં પડી ભાંગી છે. સરકાર એની જવાબદારી નીભાવવાની બદલે ક્યાંક રાજ્યના ગૃહરાજ્ય મંત્રી પોલીસ અને પ્રશાસનને ઉશ્કેરણી કરીને પ્રોત્સાહન આપે છે કે આરોપીઓનો વરઘોડા કાઢો, હવે તો દંડાનું રાજ ચાલશે. અમરેલીમાં પાયલ ગોટીનો બજાર વચ્ચે વરઘોડો નીકળાવાની હિંમત સરકાર પાસે છે, પરંતુ કાર્તિક પટેલનો વરઘોડો સરકાર નહીં કાઢે. ભાજપનો ખેસ નાખેલો દુષ્કર્મ કરનાર, જમીન કૌભાંડ કરનાર, BZ કૌભાંડ કરનાર કોઈ પકડાઈ તો તેના વરઘોડા આજદિન સુધી નીકળ્યા નથી.
દીકરી પાયલનો બજારમાં વરઘોડો કાઢવા વાળી @Bhupendrapbjp સરકારમાં , પૈસા માટે અનેક લોકોના જીવ લેનાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢવાની હિંમત છે?@narendramodi @sanghaviharsh @AmitShah @CMOGuj pic.twitter.com/xAy1daefCY
— Amit Chavda (@AmitChavdaINC) January 18, 2025
અમિત ચાવડાએ વધુમાં ક્હું કે, સરકાર પોલીસ અને પ્રસાશનને સમાન રાખતા શીખવે તે જરૂરી છે. રાજ્યમાં રાજકીય રીતે દબદબો મેળવવા વરઘોડો નીકળાવવાનું પોલિટિક્સ શરૂ થયું છે, ત્યારે એ સરકારની નિષ્ફળતા દેખાડે છે. જો સરકાર શબખ શીખવવા માંગતી હોય તો, તેના મળતિયાઓને કેમ વરઘોડા નઈ નીકાળતી હોય. ભાજપને ચૂંટણીમાં મદદ કરનારાના વરઘોડા થોડા નીકાળતા હશે. સરકારમાં હિંમત હોય તો કાર્તિક પટેલનો વરઘોડો નીકળી બતાવે.
આ સિવાય અમિત ચાવડાએ સરકારના પ્રશાસન પર કટાક્ષ કરતા જણાવ્યું કે, “ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા તૂટી રહી છે. જ્યારે બીજી બાજુ રાજ્ય સરકાર એવી આકરી હોઈ છે કે, એ પોતાના વિરોધીઓને નબળા કરવા માટે કાયદાનો દુષ્પ્રયોગ કરે છે, ત્યારે પીડિતોને યોગ્ય ઇન્સાફ નથી આપવામાં આવતા.”
આ પણ વાંચો: અમિત ચાવડાઃ CMOએ ધરણાં કરીશું, સરકારે ઝવેરીપંચ અને સમર્પિત આયોગનો રિપોર્ટ છૂપાવ્યો
આ પણ વાંચો: ભગવાન રામના સૌથી પહેલા આશીર્વાદ મને મળશે: અમિત ચાવડા
