World/ પાકિસ્તાનમાં 2300 વર્ષ જૂનું મંદિર મળ્યું, ખોદકામમાં અમલી આવી અનેક કિંમતી વસ્તુઓ 

મંદિર ઉપરાંત, પુરાતત્વવિદોએ 2,700 થી વધુ અન્ય બૌદ્ધ કલાકૃતિઓ પણ મેળવી છે, જેમાં સિક્કા, વીંટી, વાસણો અને ગ્રીસના રાજા મિનાંદરના સમયથી ખરોષ્ઠી ભાષામાં લખેલી સામગ્રીનો સમાવેશ થાય છે.

World Trending

ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં પાકિસ્તાની અને ઇટાલિયન પુરાતત્વવિદોની સંયુક્ત ટીમ દ્વારા 2,300 વર્ષ જૂનું બૌદ્ધ મંદિર શોધી કાઢવામાં આવ્યું છે. આ સાથે અન્ય કેટલીક કિંમતી કલાકૃતિઓ પણ ખોદકામમાં મળી આવી છે. આ મંદિર ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લાના બારીકોટ તહસીલના બૌદ્ધ કાળના બાજીરા શહેરમાં જોવા મળ્યું છે. આ મંદિરને પાકિસ્તાનમાં બૌદ્ધ કાળનું સૌથી જૂનું મંદિર કહેવામાં આવે છે.

આ સંબંધમાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “પાકિસ્તાન અને ઇટાલિયન પુરાતત્વવિદોએ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક ઐતિહાસિક સ્થળ પર સંયુક્ત ખોદકામ દરમિયાન 2,300 વર્ષ જૂનું બૌદ્ધ કાળનું મંદિર શોધી કાઢ્યું છે અને અન્ય મૂલ્યવાન કલાકૃતિઓ મળી આવી છે.”  સ્વાતમાં મળેલું આ મંદિર પાકિસ્તાનના તક્ષશિલામાં મળેલા મંદિરો કરતાં જૂનું છે.

મંદિર ઉપરાંત, પુરાતત્વવિદોએ 2,700 થી વધુ અન્ય બૌદ્ધ કલાકૃતિઓ પણ મેળવી છે, જેમાં સિક્કા, વીંટી, વાસણો અને ગ્રીસના રાજા મિનાંદરના સમયથી ખરોષ્ઠી ભાષામાં લખેલી સામગ્રીનો સમાવેશ થાય છે. ઇટાલિયન નિષ્ણાતોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સ્વાત જિલ્લાના ઐતિહાસિક શહેર બાજીરા માં ખોદકામ દરમિયાન વધુ પુરાતત્વીય સ્થળો મળી શકે છે. પાકિસ્તાનમાં ઇટાલિયન રાજદૂત આન્દ્રે ફેરારિસે પત્રકારોને જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં પુરાતત્વીય સ્થળો વિશ્વના વિવિધ ધર્મો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Year Ender 2021 / કોરોનાનું આવું ભયાનકરૂપ, હે ભગવાન આવા દિવસો ફરી ના બતાવતો…!!!

National / રાહુલ-પ્રિયંકા અમેઠીનો ગઢ જીતવા માટે નીકળ્યા પગપાળા, જુઓ તસવીરો 

National / કેટ-વિકીના લગ્ન બાદ હવે આ સાંસદ પુત્રના રોયલ વેડિંગ માટે થનગની રહ્યું છે રાજસ્થાન, સેલિબ્રિટીઓનો જામ્યો ખડકલો 

Round Up 2021 / જ્યારે ચમોલી ગ્લેશિયર તૂટવાથી મોટી તબાહી સર્જાઈ; આ ઘટના આજે પણ વૈજ્ઞાનિકો માટે છે એક રહસ્ય

Round Up 2021 / કરીના કપૂર અને શિલ્પા શેટ્ટીના પતિથી લઈને આ સેલેબ્સના વિવાદો બોલિવૂડમાં રહ્યા ચર્ચાસ્પદ