World News/ બલૂચિસ્તાનમાં ફરી માનવાધિકારનો ભંગ, અડધી રાતે છાપો મારી બે યુવતીઓને ઉઠાવી લેવાઈ

પાકિસ્તાનના બલૂચિસ્તાનના હબ ચોકી (Hub Chowki) વિસ્તારમાં અડધી રાતે સુરક્ષા દળોએ છાપો મારી બે યુવતીઓને અંજાણ્યા સ્થળે લઈ ગયા. પરિવાર ચિંતિત.

World Trending
Hub Chowki

Hub Chowki News: પાકિસ્તાનના બલૂચિસ્તાન (Balochistan) પ્રાંતના હબ ચોકી (Hub Chowki) વિસ્તારમાં સુરક્ષા દળોએ છાપેમારી કરી બે યુવતીઓ (Girs) ને કસ્ટડીમાં લઈ અજાણ્યા સ્થળે લઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. યુવતીઓના પરિવારજનોને અત્યાર સુધી તેમની વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. છેલ્લા કેટલાક મહિનાઓમાં બલૂચ મહિલાઓ અને બાળકોની જબરદસ્તી ગુમશુદગીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.

હબ ચોકી (Hub Chowki): અડધી રાતે ઘરમાં છાપો

બલૂચિસ્તાન પોસ્ટના રિપોર્ટ મુજબ, શનિવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યે હબ ચોકી (Hub Chowki) ના ગંઝહી ઘોટ દરુ હોટલ વિસ્તારમાં આવેલા એક ઘરમાં ફ્રન્ટિયર કોર્પ્સ (FC), કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) અને ગુપ્તચર એજન્સીઓના કર્મચારીઓએ છાપો માર્યો હતો. આ દરમિયાન બે યુવતીઓને જબરદસ્તી ઉઠાવી લેવામાં આવી હતી અને બાદમાં તેમને અંજાણ્યા સ્થળે લઈ જવાઈ હતી.

યુવતીઓની ઓળખ 17 વર્ષીય હૈરનિસા વાહિદ અને તેમની 27 વર્ષીય સગાસંબંધિ હાની તરીકે થઈ છે. ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં આવી રીતે અનેક યુવતીઓને ઉઠાવી લેવામાં આવી છે.

અનેક બલૂચ યુવતીઓ અને મહિલાઓ ગુમ

પરિવારજનોએ બલૂચિસ્તાન પોસ્ટને જણાવ્યું હતું કે યુવતીઓને ક્યાં લઈ જવાઈ છે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. આ ઘટનાથી પરિવાર ભારે ચિંતિત અને દુઃખી છે. રિપોર્ટ મુજબ, આ ઘટના તાજેતરમાં બલૂચ મહિલાઓની ગુમશુદગીના અનેક કિસ્સાઓ વચ્ચે બની છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.

18 ડિસેમ્બરે પણ CTDના કર્મચારીઓએ હબ ચોકીના જેહરી ઘોટ દરુ હોટલ વિસ્તારમાં છાપો મારી એક મહિલા હઝરા અને તેના બે વર્ષના પુત્ર બ્રાહ્મદાગને કસ્ટડીમાં લીધા હતા, જેમની આજદિન સુધી કોઈ માહિતી નથી.

યુવતીઓ અને યુવકોને ઉઠાવવાના આરોપ

આ પહેલાં 1 ડિસેમ્બરે ખુઝદારના એક હોસ્પિટલમાંથી ફરજાના જેહરી નામની મહિલાને પરત ફરતી વખતે સુરક્ષા દળોએ જબરદસ્તી ગુમ કરી હોવાનું કહેવાય છે. અન્ય એક ઘટનામાં, દલબંધીનમાં રાહિમા નામની યુવતીને તેના ભાઈ સાથે કસ્ટડીમાં લેવામાં આવી હતી, ત્યારબાદ તેમનો કોઈ અતા-પતા નથી.

22 નવેમ્બરે હબ ચોકી (Hub Chowki) ના જ વિસ્તારમાં 15 વર્ષીય નસરીન બલૂચને રાત્રે FC અને કેટલાક અજાણ્યા હથિયારધારી લોકોએ ઘરમાં ઘૂસી ઉઠાવી લીધી હતી.

સ્થાનિક વિસ્તારોમાં ડરનો માહોલ

નસરીનના પરિવારજનોએ જણાવ્યું હતું કે આશરે 15 હથિયારધારી લોકોએ તેમના ઘરમાં ઘૂસી ઘરનું સામાન તોડી નાખ્યું, પરિવારજનોને એક રૂમમાં બંધ કરી દીધા અને નસરીનને સાથે લઈ ગયા. તેને આજ સુધી કોઈ અદાલતમાં રજૂ કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે બલૂચિસ્તાનમાં છેલ્લા અનેક દાયકાઓથી જબરદસ્તી ઉઠાવવાના બનાવો સામે આવી રહ્યા છે, જે ત્યાંની ગંભીર માનવાધિકાર પરિસ્થિતિને દર્શાવે છે. કાર્યકરો, પત્રકારો અને સામાન્ય નાગરિકોને સુરક્ષા દળો અથવા ગુપ્તચર એજન્સીઓ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવે છે અને પછી તેઓ ક્યારેય પરત ફરતા નથી. પરિવારજનોને કોઈ માહિતી ન મળતા સ્થાનિક સમુદાયોમાં ભય અને અસુરક્ષાનો માહોલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમેરિકા જતા ભારતીયો માટે ચેતવણી: વિઝાની એક્સપાયરી નહીં, I-94 નક્કી કરશે તમારો સ્ટે

આ પણ વાંચો: AI ક્ષેત્રમાં ભારત 2027 સુધીમાં એક મોટી સિધ્ધી હાંસલ કરશે

આ પણ વાંચો: શું ચીન ભારતને ઘેરવામાં વ્યસ્ત છે? AI-સક્ષમ ડ્રોન તૈયાર કરી રહ્યું છે, તે LAC માટે કેટલું મોટું