ભૂતપૂર્વ નંબર વન ખેલાડી અને સ્પેનના ટેનિસ દિગ્ગજ રાફેલ નડાલને કોરોનાનો ચેપ લાગ્યો છે. 35 વર્ષીય નડાલે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ જાણકારી આપી હતી. તેણે લખ્યું કે અબુધાબીથી સ્પેન પરત આવ્યા બાદ rtpcr ટેસ્ટમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
Hola a todos. Quería anunciaros que en mi regreso a casa tras disputar el torneo de Abu Dhabi, he dado positivo por COVID en la prueba PCR que se me ha realizado al llegar a España.
— Rafa Nadal (@RafaelNadal) December 20, 2021
નડાલે ટ્વીટ કર્યું, ‘મારા માટે આ મુશ્કેલ ક્ષણો છે પરંતુ મને થોડો સુધારો થવાની આશા છે. હું અત્યારે ઘરે છું અને તપાસ અંગે મારા સંપર્કમાં રહેલા લોકોને જાણ કરી છે. હું સંજોગોને ધ્યાનમાં રાખીને આગળના વિકલ્પો પર વિચાર કરીશ અને અમારી ભાવિ ટુર્નામેન્ટ્સ અંગેના કોઈપણ નિર્ણયો વિશે તમને જાણ કરીશ!’
નોંધપાત્ર વાત એ છે કે, નડાલ પાંચ મહિનાની ઈજામાંથી સાજા થયા બાદ ટેનિસ કોર્ટમાં પરત ફર્યો હતો. તેણે થોડા દિવસ પહેલા જ અબુ ધાબીમાં એક પ્રદર્શન મેચ રમી હતી, જે ફ્રેન્ચ ઓપન પછી તેની વર્ષની બીજી ટુર્નામેન્ટ હતી.
ગુજરાતનાં યોગી / ગુજરાતના યોગી કોને કહેવામાં આવે છે, ટ્વિટર પર થઈ રહ્યું છે ટ્રેન્ડ
ગાંધીનગર / ઇસુદાન ગઢવીનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો નોર્મલ, ભાજપની મહિલા કાર્યકરોના આરોપ બાદ કરાયો હતો ટેસ્ટ
ગાંધીનગર / આપ નેતા ઇસુદાન ગઢવીએ અમારી છેડતી કરી છે, BJP મહિલા નેતાઓના ગંભીર આરોપ
