ટીમ ઈન્ડિયા ગુરુવારે અંડર-19 એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચમાં યજમાન યુએઈ સામે ટકરાશે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં યશ ધુલનાં નેતૃત્વમાં ભાગ લઈ રહી છે. ભારતે એશિયા કપ માટે 20 સભ્યોની ટીમ મોકલી છે. આ સિવાય 5 ખેલાડીઓને સ્ટેન્ડબાય તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે. એશિયા કપ પહેલા ટીમ ઈન્ડિયાએ NCA, બેંગ્લોરમાં કેમ્પ કર્યો હતો. જ્યાં ટીમે ટૂર્નામેન્ટની તૈયારી કરી લીધી હતી. અંડર-19 ખેલાડીઓએ ભારતના સફેદ બોલનાં કેપ્ટન રોહિત શર્મા સાથે પણ વાતચીત કરી હતી.
આ પણ વાંચો – Cricket / ઈંગ્લેન્ડનો આ ઝડપી બોલર ટીમમાંથી થયો OUT, કારણ જાણી દુઃખી થયા ફેન
BCCI એ તેના ટ્વિટર એકાઉન્ટ પરથી તેની તસવીરો શેર કરી છે. ટીમ ઈન્ડિયા તેની બીજી મેચ 25 ડિસેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમશે. તાજેતરમાં જ પાકિસ્તાને T20 વર્લ્ડકપ 2021માં ભારતને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાની અંડર-19 ટીમ સિનિયર ટીમની હારનો બદલો લેવા માંગશે. ટીમ ઈન્ડિયા 27 ડિસેમ્બરે અફઘાનિસ્તાન સામે રમશે. લીગ સ્ટેજ બાદ પ્રથમ સેમિફાઇનલ 30 ડિસેમ્બરે રમાશે. લીગ તબક્કા બાદ બન્ને સેમિફાઇનલ 30 ડિસેમ્બરે રમાશે. એશિયા કપની ફાઈનલ 1 જાન્યુઆરીએ રમાશે. એશિયા કપમાં ભારતની અંડર-19 ટીમનો શાનદાર રેકોર્ડ છે. ભારત 7 વખત ટાઈટલ જીત્યું છે. 2012માં ભારતે પાકિસ્તાન સાથે ટ્રોફી શેર કરી હતી. ટીમ ઈન્ડિયા આઠમી વખત આ ટાઈટલ જીતવા ઈચ્છશે.
https://twitter.com/BCCI/status/1473634395235897346?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1473634395235897346%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fcricket%2Fstory-team-india-begin-their-under-19-asia-cup-campaign-tomorrow-against-the-uae-know-the-schedule-5389736.html
આ પણ વાંચો – Cricket / ક્રિકેટ જગતનો સૌથી જાણીતો અવાજ હવે નહી મળે સાંભળવા, જાણો કારણ
અંડર-19 એશિયા કપ સ્ક્વોડ: હરનૂર સિંહ પન્નુ, અંગકૃશ રઘુવંશી, અંશ ગોસાઈ, એસકે રશીદ, યશ ધૂલ (કેપ્ટન), અન્નેશ્વર ગૌતમ, સિદ્ધાર્થ યાદવ, કૌશલ તાંબે, નિશાંત સિંધુ, દિનેશ બાનુ, આરાધ્યા યાદવ, રાજનંડ બાવા, રાજ્યવર્ધન હંગરગેકર, ગર્વ સાંગવાન, રવિ કુમાર, ઋષિથ રેડ્ડી, માનવ પારખ, અમૃત રાજ ઉપાધ્યાય, વિકી ઓસ્તવાલ, વાસુ વત્સ.
સ્ટેન્ડબાય ખેલાડીઓ: આયુષ સિંહ ઠાકુર, ઉદય સહારન, શાશ્વત ડાંગવાલ, ધનુષ ગૌડા, પીએમ સિંહ.
