બિહારનાં મુઝફ્ફરપુરમાં એક મોટો અકસ્માત થયો છે. રવિવારે અહીંનાં બેલા ઔદ્યોગિક વિસ્તારમાં મોદી કુરકુરે અને નૂડલ્સ ફેક્ટ્રીમાં બોઈલર ફાટ્યું હતું. જેના કારણે 10થી વધુ લોકોનાં મોત થયા હોવાનુ સામે આવી રહ્યુ છે. અહી મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. નજીકની ફેક્ટરીઓનાં લોકોને ઈજા થઈ હોવાના પણ અહેવાલ છે. એસપી-ડીએમ સહિત ઘણા ટોચનાં અધિકારીઓ સ્થળ પર હાજર છે. કહેવાય છે કે, અહી મૃત્યુઆંક વધી શકે છે.
આ પણ વાંચો – ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત સાયકલોથોને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું
કહેવામાં આવી રહ્યું છે કે, બોઈલરનો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ 5 કિલોમીટર સુધી સંભળાયો હતો. બ્લાસ્ટને કારણે બાજુમાં આવેલા ચૂડા અને લોટની ફેક્ટરીને પણ નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની ઓળખ થઈ શકી નથી. દુર્ઘટના સમયે ફેક્ટ્રીમાં કેટલા લોકો કામ કરી રહ્યા હતા તે જાણી શકાયું નથી. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. દરમિયાન કારખાનાનો ગેટ ટ્રેક્ટર વડે બંધ કરી દેવામાં આવ્યો છે. આસપાસનાં લોકોએ જણાવ્યું કે, બોઈલર ફાટવાને કારણે જોરદાર અવાજ આવ્યો હતો. તેના કારણે બારી અને દરવાજા સુધી હચમચી ગયા હતા. અહીં કામ કરતા કર્મચારીઓનાં સંબંધીઓ તેમના પ્રિયજનોને શોધી રહ્યા છે. વળી, વહીવટીતંત્રનાં અધિકારીઓ લોકોને અંદર જતા અટકાવી રહ્યા છે.
Bihar | At least five people suffered injuries as a boiler exploded in a noodle factory in Muzaffarpur, says SSP Jayant Kant
— ANI (@ANI) December 26, 2021
બોઈલર વિસ્ફોટનાં કારણે ફેક્ટ્રીમાં દૌડદામ શરૂ થઇ ગઇ હતી અને આ વિસ્ફોટની ઝપટમાં આવતા ઘણા કામદારોનાં જાનહાનિનાં અહેવાલો પણ મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, આ ઘટનામાં ઘણા મજૂરો ઘાયલ થયા છે અને તમામને બચાવવાની કામગીરી ચાલી રહી છે. આ અકસ્માતમાં હજુ કેટલા લોકોનાં મોત થયા છે અથવા કેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેનો આંકડો હાલ ઉપલબ્ધ નથી. ઘટના અંગેની વિગતોની હાલ રાહ જોવાઈ રહી છે.
