Not Set/ નાગાલેન્ડમાં AFSPA કાયદા મામલે સરકારે સમિતિની રચના કરી,શું ઐતિહાસિક નિર્ણય લેવાશે!

સુરક્ષા દળોના ગોળીબારમાં 14 નાગરિકોના મોત થયા બાદ, ‘આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ, 1958 (AFSPA)’ને પાછો ખેંચવાની વધતી માંગ વચ્ચે ગૃહ મંત્રાલયે 26 ડિસેમ્બરે એક સમિતિની રચના કરી

Top Stories India

નાગાલેન્ડના મોન જિલ્લામાં 4 ડિસેમ્બરે સુરક્ષા દળોના ગોળીબારમાં 14 નાગરિકોના મોત થયા બાદ, ‘આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ, 1958 (AFSPA)’ને પાછો ખેંચવાની વધતી માંગ વચ્ચે ગૃહ મંત્રાલયે 26 ડિસેમ્બરે એક સમિતિની રચના કરી. સમિતિ AFSPA પાછી ખેંચવાની શક્યતા પર વિચાર કરશે. સચિવ સ્તરના અધિકારી વિવેક જોષીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. જે 45 દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે.પેનલના સંદર્ભની શરતો હજુ સુધી સૂચિત અને પ્રકાશિત થવાની બાકી છે. તેનું નેતૃત્વ ભારતના રજિસ્ટ્રાર જનરલ વિવેક જોશી કરશે અને તેમાં રાજ્ય સરકારના અધિકારીઓનો સમાવેશ થાય છે.

નાગાલેન્ડમાં 14 નિર્દોષ નાગરિકોના મોત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં દુખ વ્યક્ત કર્યું હતું. અને તેમણે કહ્યું હતું કે ઘટનાની સંપૂર્ણ તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે. જેમને એક મહિનામાં તપાસ પૂર્ણ કરવા જણાવાયું છે

જ્યાં AFSPA લાગુ હોય ત્યાં સેનાને કયા અધિકારો મળે છે તેના પર નજર કરીએ તો સેના કોઇપણ સંદિગ્ધ વ્યક્તિની કોઇપણ વોરંટ વગર ધરપકડ કરી શકે છે સશસ્ત્રદળો કોઇપણ વોરંટ વગર કોઇપણ ઘરની તલાશી લઇ શકે છે.. અને આ માટે જરૂરી બળનો ઉપયોગ પણ કરી શકે છે જો કોઇ વ્યક્તિ અશાંતિ ફેલાવે છે.. વારંવાર કાયદો તોડે છે તો તેને મૃત્યુ પહોંચાડવા સુધીનું બળ પ્રયોગ સશસ્ત્રદળો કરી શકે છે જો સશસ્ત્રદળોને આશંકા હોય કે વિદ્રોહી કે ઉપદ્રવી કોઇ ઘર કે પછી કોઇ બિલ્ડીંગમાં છુપાયેલા છે તો તેઓ તે આશ્રય સ્થાન અથવા ઇમારતને નષ્ટ કરી શકે છે કોઇપણ વાહનને રોકીને તેની તલાશી લઇ શકે છે જો સશસ્ત્રદળો દ્વારા કોઇ ખોટી કાર્યવાહી થઇ જાય તો પણ તેમની સામે કાયદેસર કોઇ પગલા લઇ શકાતા નથી .

ઘણીવાર સુરક્ષાદળો પર આ એક્ટનો દુરુપયોગ કરવાનો આરોપ લાગી ચૂક્યો છે આ આરોપ નકલી એન્કાઉન્ટર , યૌન ઉત્પીડન વગેરે મામલાને લઇને લાગી ચૂક્યા છે.. આ કાયદો માનવધિકારોનું ઉલ્લંઘન કરતો હોવાની પણ દલીલ છે.  AFSPAની તુલના અંગ્રેજોના સમયના રૌલટ એક્ટ સાથે કરવામાં આવે છે કારણ કે આમાં પણ કોઇપણ વ્યક્તિની માત્ર શંકાના આધારે ધરપકડ કરી શકાય છે. આ જ કારણ છે કે આ કાયદાને હટાવવાની માંગ તમામ એનજીઓ અને સામાજિક કાર્યકર્તાઓ કરતા આવ્યા છે.

હાલ અસમ, જમ્મુ-કશ્મીર, નાગાલેન્ડ અને ઇમ્ફાલ ક્ષેત્રને છોડીને સમગ્ર મણીપુરમાં AFSPA લાગુ છે. અરૂણાચલ પ્રદેશના તિરાપ, છાંગલાંગ અને લાંગડિંગ જિલ્લામાં તેમજ અસમ સાથે જોડાયેલી સીમા પર લાગુ છે AFSPA આ ઉપરાંત મેઘાલયમાં પણ અસમ સાથે જોડાયેલી સીમાઓ પર આ કાયદો લાગુ કરાયો છે.

પંજાબમાં આતંકવાદના અંત પછી 1997માં કાયદો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો, જ્યારે 2015માં ત્રિપુરામાં આતંકવાદ શાંત થયો, ત્યારે કાયદો દૂર કરવામાં આવ્યો. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર AFSPA હટાવવાની પહેલ કરી શકે છે. પરંતુ અંતિમ નિર્ણય લેવાનો અધિકાર માત્ર કેન્દ્ર સરકારને છે.