Covid-19/ ભારતમાં 24 કલાકમાં કોવિડ-19નાં 6,358 નવા કેસ નોંધાયા, 293 લોકોનાં મોત

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં ડેટા અનુસાર, ભારતમાં 24 કલાકમાં કોવિડ-19નાં 6,358 નવા કેસ અને 293 લોકોનાં મોત થયા છે. આ સાથે, આ મહામારીથી 6,450 લોકો ઠીક થયા છે.

Top Stories India
Covid19 India

આજે દુનિયાભરમાં કોરોનાએ માથું ઉચક્યું છે. ત્યારે હવે કોરોનાનાં વૈશ્વિક કેસ વધીને 28.13 કરોડ થઈ ગયા છે. વળી, આ મહામારીનાં કારણે 54 લાખથી વધુ લોકોનાં મોત થયા છે. મહામારીને રોકવા માટે અત્યાર સુધીમાં રસીનાં 8.97 અબજ ડોઝ આપવામાં આવ્યા છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ આ માહિતી આપી.

આ પણ વાંચો – કમોસમી માવઠું /  રાજ્યમાં એકવાર ફરી કમોસમી માવઠું, ગાંધીનગર, અમદાવાદ સહિત જિલ્લાઓમાં આંશિક વરસાદ

મંગળવારે સવારે તેના નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો કે, વર્તમાન વૈશ્વિક કેસ અને મૃત્યુઆંક અને રસીકરણની સંખ્યા અનુક્રમે 281,368,071 અને 5,406,197 અને 8,972,162,735 છે. વળી ભારતની જો વાત કરીએ તો અહી કોરોનાનાં દેનિક કેસોમાં ઉતાર-ચઢાવ યથાવત છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં ડેટા અનુસાર, ભારતમાં 24 કલાકમાં કોવિડ-19નાં 6,358 નવા કેસ અને 293 લોકોનાં મોત થયા છે. આ સાથે, આ મહામારીથી 6,450 લોકો ઠીક થયા છે, કુલ રિકવરી રેટ 98.40% પર પહોંચી ગયો છે. ઓમિક્રોન કેસની સંખ્યા વધીને 653 થઈ ગઈ છે, જેમાંથી 186ને રજા આપવામાં આવી છે. સક્રિય કેસોમાં 385નો ઘટાડો થયો છે, જે તેમની કુલ સંખ્યા 75,456 પર પહોંચી ગયો છે. જ્યારે કોવિડ સંબંધિત મૃત્યુ વધીને 4,80,290 થઈ ગયા છે, જે કુલ કેસનાં 1.38% છે. મંગળવારે દૈનિક પોઝિટિવિટી રેટ 0.61% હતો, જે છેલ્લા 85 દિવસથી 2% કરતા ઓછો છે. બીજી તરફ, સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 0.64% રહ્યો છે.

ભારતમાં ઓમિક્રોન કેસો

દેશમાં હવે ધીમે ધીમે ઓમિક્રોનનાં કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. જેમા સૌથી વધુ કેસની વાત કરીએ તો તે રાજ્ય મહારાષ્ટ્ર છે. જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઓમિક્રોન કેસ (167), ત્યારબાદ દિલ્હી (165), કેરળ (57), તેલંગાણા (55), ગુજરાત (49), રાજસ્થાન (46), તમિલનાડુ (34), કર્ણાટક (31), મધ્ય પ્રદેશ (9), ઓડિશા (8), આંધ્ર પ્રદેશ (6), પશ્ચિમ બંગાળ (6), હરિયાણા (4), ઉત્તરાખંડ (4), ચંદીગઢ (3), જમ્મુ અને કાશ્મીર (3), ઉત્તર પ્રદેશ (2), ગોવા (1), હિમાચલ પ્રદેશ (1), લદ્દાખ (1) અને મણિપુર (1) ઓમિક્રોનનાં કેસ નોંધાયા છે.

આ પણ વાંચો – કોરોના / હવે 15 વર્ષથી ઉપરના વયજૂથ માટે માત્ર કોવેક્સિન જ લાગશે, જાણો સરકારની નવી ગાઇડલાઇન…

ગઈકાલે એટલે કે સોમવારે, ભારતમાં 7,52,935 કોવિડ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા અને 28 ડિસેમ્બર સુધી, દેશમાં ICMR ડેટા અનુસાર 67,29,36,621 ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. ભારતે 346 દિવસમાં કુલ 142.38 કરોડ કોવિડ રસીનાં ડોઝ આપ્યા છે. કોવિડ રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી, 2021 નાં ​​રોજ શરૂ થયું હતું. કુલ મળીને, 8,38,00,04,579 લોકોએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે અને અત્યાર સુધીમાં 58,58,07,973 લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી છે.