નિયમ/ શ્રીલંકામાં આ પ્રમાણપત્ર વગર વિદેશીઓ લગ્ન કરી શકશે નહી,પરિપત્ર બહાર પાડવામાં આવ્યું

સુરક્ષાના કારણોસર કોઈપણ વિદેશી માટે લગ્ન માટે સંરક્ષણ મંત્રાલય પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવું ફરજિયાત બનાવ્યું છે.

Top Stories World

શ્રીલંકાની સરકારે હવે સુરક્ષાના કારણોસર કોઈપણ વિદેશી માટે લગ્ન માટે સંરક્ષણ મંત્રાલય પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવું ફરજિયાત બનાવ્યું છે. શ્રીલંકન સરકારના આ નિર્ણયની વિપક્ષ અને કેટલાક નાગરિક જૂથો દ્વારા ટીકા કરવામાં આવી છે.

શ્રીલંકામાં કોઈપણ વિદેશીએ લગ્ન કરવા માટે હવે સંરક્ષણ મંત્રાલય પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવું જરૂરી રહેશે. શ્રીલંકાએ સુરક્ષા કારણોસર 1 જાન્યુઆરી 2022 થી તેને ફરજિયાત બનાવ્યું છે. શ્રીલંકન સરકારના નિર્ણયની વિપક્ષો અને કેટલાક નાગરિક જૂથો દ્વારા ટીકા કરવામાં આવી છે.રજિસ્ટ્રાર જનરલ વીરાસેકેરાએ એક પરિપત્રમાં જણાવ્યું હતું કે આવા લગ્નની નોંધણી, વિદેશી નાગરિક દ્વારા સુરક્ષા મંજૂરી મેળવ્યા પછી, અધિક જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કરવાની રહેશે.

શ્રીલંકાના સાંસદ હર્ષા ડી સિલ્વાએ આ નિર્ણયને એક પ્રકારનો ભેદભાવ ગણાવ્યો હતો. જ્યારે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નિર્ણય સ્થાનિક નાગરિકોને લગ્નના નામે વિદેશીઓ દ્વારા છેતરાતા અટકાવવા તેમજ લગ્નના બહાને દેશમાં ડ્રગ્સની દાણચોરીમાં વધારા પર નજર રાખવા માટે મહત્વપૂર્ણ છે