પ્રખ્યાત પોર્ટુગીઝ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પ્રતિમા ઉત્તર ગોવાનાં આગર વડ્ડો કલંગુટમાં સ્થાપિત કરવામાં આવી છે. ગોવાનાં મંત્રી અને ભાજપનાં ધારાસભ્ય માઈકલ લોબોએ કહ્યું કે, “આ પ્રતિમા તમામ લોકોને પ્રેરણા આપશે અને તેઓ ભારતીય ફૂટબોલમાં ભાગ લેશે અને ભારત માટે રમશે.”
આ પણ વાંચો – India vs SA / રિષભ પંતે ‘ગુરુ’ ધોનીને પાછળ છોડ્યા પાછળ, સેન્ચુરિયન ટેસ્ટમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો
દુનિયાનો સૌથી લોકપ્રિય ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પ્રતિમા ગોવામાં લાગવી ફૂટબોલની રમતને પસંદ કરતા લોકો માટે એક ખુશીનાં સમાચાર છે. જણાવી દઇએ કે, આ પ્રતિમા લગભગ 400 કિલોની છે. વળી તેની કિંમતની વાત કરીએ તો તે લગભગ 12 લાખ રૂપિયાની છે. ગોવાનાં મંત્રી અને ભાજપનાં ધારાસભ્ય માઈકલ લોબોએ કહ્યું કે, અમે આ પ્રતિમાને 3 વર્ષથી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ કોરોનાનાં કારણે થોડુ મોડુ થઇ ગયુ. વધુમાં તેમણે કહ્યુ કે, “રોનાલ્ડો વિશ્વનો દિગ્ગજ ફૂટબોલ સ્ટાર છે. તે તમામ યુવા અને ગોવાનાં ફૂટબોલરો માટે પ્રેરણારૂપ છે. ફૂટબોલને પસંદ કરતા લોકો રોનાલ્ડો જેવા બનવા માંગે છે. ફૂટબોલ એ ગોવાની રાજ્યની રમત છે. અમે અમારા ફૂટબોલરો રોનાલ્ડોની જેમ લિજેન્ડ બનાવવા ઈચ્છીએ છીએ. આ મૂર્તિ તેમને પ્રેરણા આપશે.”
ये लगभग 400 किलो की प्रतिमा है और इसकी कीमत लगभग 12 लाख रुपए है। हम लोग इसे 3 साल से बनाने की कोशिश कर रहे थे लेकिन कोरोना की वजह थोड़ी देरी हो गई: गोवा के मंत्री और बीजेपी विधायक माइकल लोबो
— ANI_HindiNews (@AHindinews) December 29, 2021
ઉલ્લેખનીય છે કે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ડોસ સેન્ટોસ અવીયરો સામાન્ય રીતે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તરીકે ઓળખાય છે, તે એક પોર્ટુગીઝ ફૂટબોલનો ખેલાડી છે જે બ્રિટિશ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડ માટે રમે છે અને પોર્ટુગલની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમનો કેપ્ટન છે. આજે રોનાલ્ડોને ફૂટબોલની શ્રેષ્ઠ યુવા પ્રતિભાઓમાંથી એક ગણવામાં આવે છે. તેણે પોતાનો સુવર્ણ સમય સ્પેનિશ ક્લબ રીયલ મેડ્રિડમાં વિતાવ્યો છે. તે ઘણા વર્ષોથી જ્યોર્જીનાં રોડ્રિગ્ઝ સાથે ઘનિષ્ઠ સંબંધમાં છે. જણાવી દઇએ કે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો જન્મ 5 ફેબ્રુઆરી 1985નાં રોજ ફનચલ, મદીરા, પોર્ટુગલમાં માતા મારિયા ડાલોરેસ ડોસ સેન્ટોસ અવીયરો અને પિતા જોસ ડિનિસ અવીયરોને ત્યાં થયો હતો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને એક ભાઈ, હ્યુગો અને બે બહેનો, એલ્મા અને કાતિયા છે.
