Indian Railway/ રક્ષાબંધન તહેવારને લઈને રેલ્વે વિભાગની મોટી જાહેરાત

રક્ષાબંધનના તહેવારોને લઇ એસટી નિગમ (GSRTC) દ્વારા રાજ્યના લોકોની સુવિધા વધારવા વધારાની બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

Top Stories India Uncategorized

Indian Railway: રક્ષાબંધનના તહેવારોને લઇ એસટી નિગમ (GSRTC) દ્વારા રાજ્યના લોકોની સુવિધા વધારવા વધારાની બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે રેલ્વે વિભાગ પણ GSRTCની જેમ રક્ષાબંધન તહેવારને લઈને મોટો નિર્ણય કર્યો આવ્યો છે. આ નિર્ણય મુજબ રક્ષા બંધન (Raksha Bandhan 2024)ના તહેવાર પર બહેનોની ભાઈ સાથે સુખદ મુલાકાત કરાવવા વિશેષ ટ્રેન દોડાવામાં આવશે. રેલ્વે વિભાગે ખાસ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રેલ્વે વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ મુજબ ટ્રેન નંબર 09054 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ગુરુવાર, 15 ઓગસ્ટ ના રોજ અમદાવાદથી સવારે ઉપડશે અને તે જ દિવસે સાંજે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ સાથે ટ્રેન નંબર 09053 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ બુધવાર,14 ઓગસ્ટ ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે અમદાવાદ પહોંચશે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પટનામાં ભાજપ નેતા અજય શાહની ઘર પાસે જ ગોળી મારી કરાઈ હત્યા

આ પણ વાંચો: યોગી આદિત્યનાથનો મહત્વનો નિર્ણય, યાદવ-મુસ્લિમ અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણી કાર્યવાહીથી દૂર રાખવામાં આવશે

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખો ઓગસ્ટના અંતમાં થશે જાહેર