Bihar News/ પટનામાં ભાજપ નેતા અજય શાહની ઘર પાસે જ ગોળી મારી કરાઈ હત્યા

બિહારની રાજધાની પટનામાં ભાજપના નેતાની અજય શાહની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના પટના શહેરના આલમગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના બજરંગપુરીની છે.

Top Stories India Breaking News
Cricket Tutorials YouTube Thumbnail 10 2 પટનામાં ભાજપ નેતા અજય શાહની ઘર પાસે જ ગોળી મારી કરાઈ હત્યા

Bihar News: બિહારની રાજધાની પટનામાં ભાજપના નેતાની અજય શાહની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના પટના શહેરના આલમગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના બજરંગપુરીની છે. બીજેપી નેતા અજય શાહને ગઈકાલે રાત્રે 10 વાગ્યે તેમના ઘર નજીક ગોળી મારી દેવામાં આવી હતી. અજય સાહ ભાજપના પટના જિલ્લાના મહાસચિવ હતા.

બિહાર પોલીસ

બીજેપી નેતા અજય સાહ પટના જિલ્લાના મહામંત્રી હતા. તેમના ઘર પાસે જ તેમનું મિલ્ક પાર્લર હતું. અજય શાહનું દૂધ પાર્લર તેમના ઘરની નજીક ચાલતું હતું. જ્યારે ગુનેગારોએ તેને ગોળી મારી દીધી ત્યારે તે તેના મિલ્ક પાર્લરમાં બેઠા હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

હત્યા બાદ ગુનેગારો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા . હત્યા પાછળનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલા પટના સિટી એએસપી શરત આરએસે જણાવ્યું કે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને આરોપીઓને જલ્દી જ પકડી લેવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી છે.

સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે અને
પરિવારના સભ્યોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. બદમાશોની ઓળખ માટે વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવીની તપાસ કરવામાં આવશે. તેણે જણાવ્યું કે બે બદમાશો શાહના બૂથ પર પહોંચ્યા અને બોલાચાલી બાદ તેમણે પિસ્તોલથી તેમના પર ગોળીબાર કર્યો. ફાયરિંગનો અવાજ સાંભળીને પરિવારના સભ્યો બહાર આવ્યા અને ઘાયલ શાહને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા અને પછી NMCH લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

મહત્વનું છે કે અગાઉ પણ એક બીજેપી નેતાની હત્યા થઈ હતી. આ વર્ષના માર્ચ મહિનામાં બીજેપી નેતા પ્રમોદ યાદવની ત્રણ બદમાશોએ ગોળી મારી હત્યા કરી હતી. આ ત્રણે શૂટરો બાઈક પર આવ્યા અને પ્રમોદ યાદવને ગોળી મારી ફરાર થયા. ઘટનાના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક બદમાશ તેની બાઇક પર બેલછા ગામ તરફ ભાગતો જોવા મળે છે. હત્યાનું કારણ પૈસાની લેવડ-દેવડ અથવા ગામમાં જૂની અદાવત માનવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હુમલા અંગે પ્રિયંકા ગાંધીની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

આ પણ વાંચો: ISRO 16 ઓગસ્ટના રોજ પૃથ્વી અવલોકન ઉપગ્રહ-8 કરશે લોન્ચ

આ પણ વાંચો:ED રાહુલ ગાંધીને મની લોન્ડરિંગ કેસમાં હાજર થવા સમન્સ પાઠવી શકે: સૂત્રો