Not Set/ જમ્મુ-કાશ્મીર/ ISIS એ શ્રીનગરમાં CRPF પર થયેલા હુમલાની લીધી જવાબદારી, પોલીસે કહ્યુ…

આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ એ બુધવારે જમ્મુ-કાશ્મીરનાં શ્રીનગરનાં લાવેપોરામાં થયેલા એન્કાઉન્ટરની જવાબદારી લીધી છે. આતંકવાદી સંગઠનની મીડિયા વિંગ અમાક પર, સંગઠને લખ્યું છે કે તેના આતંકીઓએ સીઆરપીએફ પર હુમલો કર્યો હતો અને સુરક્ષા દળોને નોંધપાત્ર નુકસાન પહોચાડ્યું હતું. આ હુમલામાં સંગઠનને કેટલું નુકસાન થયું તે અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી. આ એન્કાઉન્ટરમાં સીઆરપીએફનો એક […]

Top Stories India

આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ એ બુધવારે જમ્મુ-કાશ્મીરનાં શ્રીનગરનાં લાવેપોરામાં થયેલા એન્કાઉન્ટરની જવાબદારી લીધી છે. આતંકવાદી સંગઠનની મીડિયા વિંગ અમાક પર, સંગઠને લખ્યું છે કે તેના આતંકીઓએ સીઆરપીએફ પર હુમલો કર્યો હતો અને સુરક્ષા દળોને નોંધપાત્ર નુકસાન પહોચાડ્યું હતું. આ હુમલામાં સંગઠનને કેટલું નુકસાન થયું તે અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી. આ એન્કાઉન્ટરમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો હતો.

આ એનકાઉન્ટર શ્રીનગરનાં લાવેપોરા વિસ્તારમાં થયો હતો. અહીં ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. અહી એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે એક આતંકવાદી ઘાયલ હાલતમાં ઝડપાયો હતો. જોકે, પછી તેનું મોત પણ થયું હતું. આતંકીઓએ શ્રીનગરની પેરીમ પોરા ચેક પોસ્ટ પર અચાનક હુમલો કર્યો હતો. આઈએસઆઈએસએ દાવો કર્યો છે કે તેના આતંકીઓએ સુરક્ષા દળોને નિશાનો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ જમ્મુ-કાશ્મીર પોલીસે આ દાવાને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. ડીજીપીનો દાવો છે કે જે ત્રણે આતંકવાદીઓ માર્યા ગયા હતા તેઓ જુદા જુદા સંગઠનોનાં છે. તેમણે જણાવ્યું કે એક આતંકવાદી લશ્કર-એ-તૈયબા, એક આઈએસઆઈએસ અને એક હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલ છે.

પોલીસનું કહેવું છે કે સંગઠને કહ્યું છે કે તેના આતંકીઓએ સુરક્ષા દળ પર હુમલો કર્યો હતો, જે સંપૂર્ણ રીતે ખોટું છે. આ એન્કાઉન્ટરમાં શહીદ થયેલ સૈનિક બિહારનાં આરા જિલ્લાનો હતો. સૂત્રો પાસેથી જણાવાયું છે કે સેના છેલ્લા ઘણા દિવસોથી માર્યા ગયેલા આતંકવાદીઓની શોધમાં હતી. બુધવારે સવારે જ્યારે સીઆરપીએફને તેમના વિશે માહિતી મળી ત્યારે કાર્યવાહી હાથ ધરાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.