Covid-19/ આ દેશમાં કોરોનાથી સંક્રમિત હેલ્થ વર્કર્સ કામ કરવા મજબૂર, સ્થિતિ બની કફોડી

કોરોના મહામારી દરમ્યાન કેનેડાનાં કોઈપણ પ્રાંતમાં એક દિવસમાં આ સૌથી વધુ કેસ છે. આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે તપાસ કેન્દ્રોમાં ભીડ હોવાથી સંક્રમણની વાસ્તવિક સંખ્યા વધુ હોઈ શકે છે.

Top Stories India
Canada Health Workers

આજે દુનિયાભરમાં કોરોનાનો નવો વેરિઅન્ટ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ખાસ કરીને હેલ્થ વર્કર્સ પર દબાણ વધી ગયુ છે. પરંતુ આજે દુનિયામાં એક એવો દેશ છે જ્યા સ્થિતિ એટલી ખરાબ થઇ છે કે ત્યા સંક્રમિત આરોગ્ય કર્મચારીઓ પણ કામ કરવા માટે મજબૂર છે.

આ પણ વાંચો –  Covid-19 / થઇ જજો સાવધાન! આવી રહી છે મુસિબત, દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

આપને જણાવી દઇએ કે, કોરોના વાયરસનાં વધતા સંક્રમણને કારણે યુરોપની હાલત ખરાબ છે. કેનેડામાં કોવિડનાં કેસમાં પણ ઉછાળો આવ્યો છે. અહેવાલો સૂચવે છે કે કેનેડામાં કોરોના સંક્રમિત આરોગ્ય કર્મચારીઓ પાસેથી કામ લેવામાં આવી રહ્યુ છે. કેનેડાનાં ક્યૂબેક પ્રાંતમાં કોવિડનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન કરતા પણ ખરાબ છે. 28 ડિસેમ્બર સુધીમાં, આ પ્રાંતમાં 12,833 નવા કોરોના વાયરસ નોંધાયા છે. કોરોના મહામારી દરમ્યાન કેનેડાનાં કોઈપણ પ્રાંતમાં એક દિવસમાં આ સૌથી વધુ કેસ છે. આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે તપાસ કેન્દ્રોમાં ભીડ હોવાથી સંક્રમણની વાસ્તવિક સંખ્યા વધુ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો ઘરે રેપિડ ટેસ્ટિંગ કીટનો ઉપયોગ કરી રહ્યા છે. તેથી શક્ય છે કે કેટલાક કેસ નોંધાયા ન હોય. આ ઉપરાંત, મહામારીને લગતી હોસ્પિટલમાં દાખલ થવાનું ચાલુ રહે છે, જેના કારણે આરોગ્ય માળખુ ખરાબ છે. કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત આ રાજ્યમાં કોવિડથી સંક્રમિત આરોગ્ય કર્મચારીઓ પણ કામમાં લાગેલા છે. ક્યૂબેક રાજ્યનાં આરોગ્ય મંત્રી ક્રિશ્ચિયન ડુબેએ કહ્યું છે કે, અમારી પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. ઓમિક્રોનનાં વધતા કેસોને કારણે કેટલાક આવશ્યક કર્મચારીઓને કોવિડ પોઝિટિવ હોવા છતા કામ કરવાની છૂટ છે.

Canada Health Workers

આ પણ વાંચો –  યુપી વિધાનસભા ચૂંટણી 2022 / SPના અધ્યક્ષ અખિલેશ યાદવે આગામી વિધાનસભા ચૂંટણી જીતવા માટે જાણો કઇ કરી જાહેરાત…

તેમણે કહ્યું છે કે, ઓમિક્રોનનું સંક્રમણ એટલું ઝડપી છે કે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ બીમાર પડ્યા છે. આ રાજ્યની સારવારની નેટવર્ક ક્ષમતાને જોખમમાં મૂકે છે. આવી સ્થિતિમાં, અમે નક્કી કર્યું છે કે ચોક્કસ શરત હેઠળ, કોવિડ પોઝિટિવ કર્મચારીઓ જોખમ વ્યવસ્થાપન અનુસાર કામ કરવાનું ચાલુ રાખી શકશે.