રાજકોટ/ એઇમ્સ દ્વારા એક એપ્લીકેશન લોન્ચ કરાઇ, હવે ઘર બેઠા રજીસ્ટ્રેશન કરી એપ્લીકેશન દ્વારા સમય આપવામાં આવશે.

એઇમ્સ હોસ્પિટલમાં પ્રથમ દિવસે દર્દી આવવાના શરુ થઇ ગયા હતા. અને ફાર્મસી ડીપાર્ટમેન્ટ અને લેબોરેટરી પણ શરુ કરી દેવામાં આવ્યો છે

Gujarat Rajkot

હવે સૌરાષ્ટ્ર વાસીઓએ  મેડિકલ માટે વધુ લાંબુ થવું પડસે નહીં. હવે  રાજકોટના  આંગણે જ પીપળીયા ગામે નીર્માણ પામી રહેલી ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલની ઓપીડીનો પુજન અર્ચન સાથે શુભારંભ કરી દેવામાં આવ્યો છે. જેનું ઉદધાટન એઇમ્સના ડાયરેકટર સહિતના અધિકારીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજકોટ એઇમ્સની અંદર 10 સુવિધા શરુ કરી દેવામાં આવી છે. અને નાના ઓપરેશન પણ થઇ શકશે. અને જો દર્દી પાસે બી.પી.એલ. કાર્ડ હશે તો સારવાર અને સર્જરી વિનામૂલ્યે થઇ શકશે.

આ પણ  વાંચો:દુર્ઘટના / હરિયાણામાં પહાડી સરકતા અનેક વાહનો સાથે 20-25 લોકો દટાયાની આશંકા, 3 મૃતદેહ મળ્યા

રાજકોટ એઇમ્સ દ્વારા એક એપ્લીકેશન પણ લોન્ચ કરવામાં આવ્યું છે. જેની મદદથી ઘર બેઠા રજીસ્ટ્રેશન કરી એપ્લીકેશન દ્વારા સમય આપવામાં આવશે. અને દર્દીને લાઇનમાં ઉભુ નહી રહેવું પડે આ ઉપરાંત ફાર્મસી તેમજ લેબોરેટરીની સુવિધા શરુ કરી દેવામાં આવી છે. આ સેવા પણ રાજય સરકાર દ્વારા નકકી કરેલ ભાવ પર રીપોર્ટ મળી શકશે. તદઉપરાંત એકસચેન્જ પ્રોગ્રામ હેઠળ વિદેશીના તબીબો રાજકોટ જોવા મળશે. આ પ્રોગ્રામમાં એઇમ્સના તબીબોને વિદેશની ઉચ્ચ કક્ષાની મેડીકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમ અને સંશોધન માટે મોકલવાાં આવે છે.

આ પણ  વાંચો;Viral Video /ટીમ ઈન્ડિયાનાં પૂર્વ કોચ રવિ શાસ્ત્રી અને રણવીર સિંહનો ડાન્સ વીડિયો વાયરલ…

એઇમ્સ હોસ્પિટલમાં પ્રથમ દિવસે દર્દી આવવાના શરુ થઇ ગયા હતા. અને ફાર્મસી ડીપાર્ટમેન્ટ અને લેબોરેટરી પણ શરુ કરી દેવામાં આવ્યો છે. 10 સ્પેશ્યાલીટીસ્ટની ટીમ દ્વારા કામ શરુ કરાયું છે. જેમાં વધુ એક સુવિધા પણ શરુ કરવામાં આવી છે. એઇમ્સ રાજકોટ સ્વાસ્થ એપ્લીકેટશન ની આ સુવિધામાં જે કોઇ દર્દીને એઇમ્સમાં તપાસ કરાવવાની થાય તો લાઇનમાં ઉભા રહેવાની કડાફુટ નહી રહી આ એપ્લીકેશનની મદદથી એપોઇમેન્ટ લઇ શકાશે. એપ્લીકેશનમાં સમય આપવામાં આવશે. જે સમયે દર્દીને પહોંચી જવાનું રહેશે.