શનિવારે જમ્મુમાં માતા વૈષ્ણોદેવી મંદિર વિસ્તારમાં નાસભાગની ઘટના પર હવે શ્રાઈન બોર્ડની સફાઈ સામે આવી ગઈ છે. શ્રાઈન બોર્ડે જણાવ્યું હતું કે તીર્થ વિસ્તારમાં નાસભાગ મચી હતી “તીર્થયાત્રીઓના બે જૂથો વચ્ચેની લડાઈને કારણે આ સ્થિતિનું નિર્માણ પામી હતી.જમ્મુ અને કાશ્મીરમાં માતા વૈષ્ણો દેવી મંદિર ખાતે નવા વર્ષના દિવસે ભક્તોની ભારે ભીડને કારણે મચેલી નાસભાગમાં 12 લોકોના મોત થયા હતા અને 16 અન્ય ઘાયલ થયા હતા. બોર્ડે કહ્યું કે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, જે બોર્ડના અધ્યક્ષ પણ છે, તેમને સવારે 3 વાગ્યે નાસભાગની જાણ થઈ હતી અને ત્યારથી તેઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે
બોર્ડે આ દુ:ખદ ઘટના અંગે વિગતવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સામાન્ય મુસાફરી ક્ષમતા પ્રતિ દિવસ 50,000 સુધી મર્યાદિત કરી છે. કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને, 31 ડિસેમ્બર 2021 અને 1 જાન્યુઆરી 2022 ના રોજ 35000 યાત્રાળુઓને યાત્રા માટે મંજૂરી આપવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરીએ શ્રી માતા વૈષ્ણો દેવી ભવનના ગેટ નંબર ત્રણ પાસે બપોરે 2.15 વાગ્યે નાસભાગ મચી ગઈ હતી.
નિવેદનમાં જણાવાયું છે કે બોર્ડ તેમજ રિયાસી જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક ઇજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને વિશેષ સારવાર માટે મેડિકલ યુનિટ બિલ્ડિંગમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ શ્રી માતા વૈષ્ણો દેવી નારાયણ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બોર્ડે જણાવ્યું હતું કે, “શ્રાઈન બોર્ડ પ્રશાસને કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્ર સાથે મળીને, માર્યા ગયેલા 12 તીર્થયાત્રીઓમાંથી બેને વિમાન દ્વારા અને નવના મૃતદેહોને તેમના વતન માર્ગે લઈ જવામાં આવ્યા હતા,” બોર્ડે જણાવ્યું હતું. આવતીકાલે સવારે જીએમસીમાંથી માત્ર એક જ મૃતદેહને એરલિફ્ટ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે કકરિયાલની શ્રી માતા વૈષ્ણો દેવી નારાયણ હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તોમાંથી નવને રજા આપવામાં આવી છે જ્યારે સાત ઘાયલોની સારવાર હજુ પણ ચાલી રહી છે. નિવેદનમાં લેફ્ટનન્ટ ગવર્નરને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “વડાપ્રધાને તમામ શક્ય મદદની ખાતરી આપી છે. નાસભાગને કારણે મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને 10-10 લાખ રૂપિયા અને ઘાયલોને 2-2 લાખ રૂપિયા આપવામાં આવશે. ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ શ્રાઈન બોર્ડ ઉઠાવશે.
