ગુજરાત/ રાજકોટમાં તરૂણોને રસીકરણનો પ્રારંભ કરાવતા મ્યુ.કમિશ્નર અમિત અરોરા

આ વેક્સીનેશનમાં કુલ ૩૧૭થી વધુ શાળાઓ / કોલેજ / ITI કોલેજના બાળકોને કુલ ૪૦૦ મેડીકલ ટીમ દ્વારા કુલ ૮૦,૦૦૦ જેટલા વેક્સીન આપવામાં આવી રહી છે.

Gujarat

દેશના માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં દેશના ૧૫ થી ૧૮ વર્ષની વય ના બાળકોને વિના મુલ્યે વેક્સીન આપવાનો કરેલ નિર્ણયના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સવારે ૧૦:૦૦ કલાકથી જસાણી સ્કૂલ, પી. ડી. એમ. કોલેજ પાસે, ગોંડલ રોડ ખાતેથી ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના સામેની વેક્સીન આપવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો  હતો . જેમાં તા. ૩૧-૧૨-૨૦૦૭ના રોજ અથવા તે પહેલા જન્મેલા બાળકોને આ વેક્સીનેશનમાં આવરી લેવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે ડે.મેયર ડૉ. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનરઅમિત અરોરા,  જસાણી સ્કુલના પ્રિન્સીપાલ તથા સ્ટાફ ઉપસ્થિત રહયા  હતા .

આ વેક્સીનેસનમાં કુલ આશરે ૮૦,૦૦૦ જેટલા બાળકોને રસી આપવામાં આવશે. વેક્સીન લેવા આવનાર બાળકોનું સ્થળ ઉપર જ (ઓન ધ સ્પોટ) રજીસ્ટ્રેશન કરવામાં આવશે. બાળકોએ રસી લેવા માટે આધાર કાર્ડ / સ્કુલનું આઈ-કાર્ડ રજુ કરવાનું રહેશે, ઉપરાંત બાળકે પોતાનો અથવા માતા-પિતાનો મોબાઈલ ફોન નંબર આપવાનો રહેશે.

આ પણ  વાંચો:ગુજરાત /  7 જાન્યુઆરીએ ગાંધીનગરમાં પ્રિ-વાઇબ્રન્ટ સમિટ હેતુ યોજાશે સ્વસ્થ આરોગ્ય સેમિનાર

આ વેક્સીનેશનમાં કુલ ૩૧૭થી વધુ શાળાઓ / કોલેજ / ITI કોલેજના બાળકોને કુલ ૪૦૦ મેડીકલ ટીમ દ્વારા કુલ ૮૦,૦૦૦ જેટલા વેક્સીન આપવામાં આવી રહી છે. આજથી શરૂ થયેલ વેક્સીનેશનમાં ૭૧ સ્કુલના ૧૫૦૦૦ બાળકોને આવરી લેવામાં આવશે. બાળકો માટેના આ રસીકરણ અભિયાન તા.૯ સુધી ચાલશે.

આજરોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૯૩ ટીમ દ્વારા વિવિધ ૭૧ સ્કૂલોમાં વેક્સીનની કામગીરી ચાલી રહી છે. બપોરના ૧ વાગ્યા સુધીમાં ૮૦૨૧ બાળકોને વેક્સીન આપવામાં આવી છે .તેમજ ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોને વેક્સીન આપવાની કામગીરીનો પ્રારંભ થતા મેયર ડૉ. પ્રદીપ ડવ સામાજિક પ્રસંગના કારણે બહારગામ હોય આ પ્રંસગે ઉપસ્થિત રહી શકેલ નથી તેઓએ વેક્સીનની કામગીરીને શુભેચ્છા પાઠવેલ અને ૧૫ થી ૧૮ વર્ષના વયના તમામ બાળકો વેક્સીનનો ડોઝ લઈ લેવા અપીલ કરેલી છે .

આ પણ વાંચો:સુરેન્દ્રનગર /  લીંબડી હાઈવે પર ઝુંપડપટ્ટી મા રહેતી મહિલા ના મૃત્યુ ના કારણ પરથી પીએમ રીપોર્ટ બાદ પડદો ઉઠ્યો