દેશના માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં દેશના ૧૫ થી ૧૮ વર્ષની વય ના બાળકોને વિના મુલ્યે વેક્સીન આપવાનો કરેલ નિર્ણયના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સવારે ૧૦:૦૦ કલાકથી જસાણી સ્કૂલ, પી. ડી. એમ. કોલેજ પાસે, ગોંડલ રોડ ખાતેથી ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના સામેની વેક્સીન આપવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો . જેમાં તા. ૩૧-૧૨-૨૦૦૭ના રોજ અથવા તે પહેલા જન્મેલા બાળકોને આ વેક્સીનેશનમાં આવરી લેવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે ડે.મેયર ડૉ. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનરઅમિત અરોરા, જસાણી સ્કુલના પ્રિન્સીપાલ તથા સ્ટાફ ઉપસ્થિત રહયા હતા .
આ વેક્સીનેસનમાં કુલ આશરે ૮૦,૦૦૦ જેટલા બાળકોને રસી આપવામાં આવશે. વેક્સીન લેવા આવનાર બાળકોનું સ્થળ ઉપર જ (ઓન ધ સ્પોટ) રજીસ્ટ્રેશન કરવામાં આવશે. બાળકોએ રસી લેવા માટે આધાર કાર્ડ / સ્કુલનું આઈ-કાર્ડ રજુ કરવાનું રહેશે, ઉપરાંત બાળકે પોતાનો અથવા માતા-પિતાનો મોબાઈલ ફોન નંબર આપવાનો રહેશે.
આ પણ વાંચો:ગુજરાત / 7 જાન્યુઆરીએ ગાંધીનગરમાં પ્રિ-વાઇબ્રન્ટ સમિટ હેતુ યોજાશે સ્વસ્થ આરોગ્ય સેમિનાર
આ વેક્સીનેશનમાં કુલ ૩૧૭થી વધુ શાળાઓ / કોલેજ / ITI કોલેજના બાળકોને કુલ ૪૦૦ મેડીકલ ટીમ દ્વારા કુલ ૮૦,૦૦૦ જેટલા વેક્સીન આપવામાં આવી રહી છે. આજથી શરૂ થયેલ વેક્સીનેશનમાં ૭૧ સ્કુલના ૧૫૦૦૦ બાળકોને આવરી લેવામાં આવશે. બાળકો માટેના આ રસીકરણ અભિયાન તા.૯ સુધી ચાલશે.
આજરોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૯૩ ટીમ દ્વારા વિવિધ ૭૧ સ્કૂલોમાં વેક્સીનની કામગીરી ચાલી રહી છે. બપોરના ૧ વાગ્યા સુધીમાં ૮૦૨૧ બાળકોને વેક્સીન આપવામાં આવી છે .તેમજ ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોને વેક્સીન આપવાની કામગીરીનો પ્રારંભ થતા મેયર ડૉ. પ્રદીપ ડવ સામાજિક પ્રસંગના કારણે બહારગામ હોય આ પ્રંસગે ઉપસ્થિત રહી શકેલ નથી તેઓએ વેક્સીનની કામગીરીને શુભેચ્છા પાઠવેલ અને ૧૫ થી ૧૮ વર્ષના વયના તમામ બાળકો વેક્સીનનો ડોઝ લઈ લેવા અપીલ કરેલી છે .
આ પણ વાંચો:સુરેન્દ્રનગર / લીંબડી હાઈવે પર ઝુંપડપટ્ટી મા રહેતી મહિલા ના મૃત્યુ ના કારણ પરથી પીએમ રીપોર્ટ બાદ પડદો ઉઠ્યો
