Gandhinagar News/ ગાંધીનગરના કલોલના પાનસર લોકો લે છે મોતનો ઝેરી શ્વાસ

ગાંધીનગર જિલ્લાના (Gandhinagar) કલોલ (Kalol) તાલુકાના પાનસર ગામે (Pansar)લોકો મોતનો ઝેરી શ્વાસ લઈ રહ્યા છે. બેફામ ઝેરી ગેસ છોડતી કંપનીઓ પર કોઈ લગામ નથી, તેના લીધે આ કંપનીઓ બિન્દાસ થઈ ગઈ છે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના (Gandhinagar) કલોલ (Kalol) તાલુકાના પાનસર ગામે (Pansar)લોકો મોતનો ઝેરી શ્વાસ લઈ રહ્યા છે. બેફામ ઝેરી ગેસ છોડતી કંપનીઓ પર કોઈ લગામ નથી, તેના લીધે આ કંપનીઓ બિન્દાસ થઈ ગઈ છે. તેથી પાનસર ગામના લોકોએ જણાવ્યું છે કે આના લીધે આગામી સમયમાં ફક્ત પાનસર ગામ જ નહીં આજુબાજુના બધા ગામ તથા આખો કલોલ તાલુકો ઝેરી શ્વાસ લે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.

પાનસર ગામના લોકોએ તંત્ર સામે આ મુદ્દે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કંપનીઓમાંથી રાત્રા છોડવામાં આવતા ઝેરી ગેસના લીધે લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે. કંપનીઓ દ્વારા છોડવામાં આવતા ઝેરી ગેસના લીધે પાનસર ગામમાં રોજ બેથી ત્રણ લોકો બેભાન થઈ જાય છે. કંપનીઓ દ્વારા છોડાતા ગેસની અસર પાનસર જ નહી આજુબાજુના ગામ પર પણ પડે છે. પાનસરની સાથે ઓડા, વાડવ, સ્વામી અને ઝુલાસણ, ઇશંડ ગામમાં પણ તેની અસર વર્તાઈ રહી છે. લોકોની આંખો બળે છે. લોકો શ્વાસમાં ઝેરી ગેસ લેવા માટે લાચાર છે. સ્થાનિકોને ઉલ્ટી અને ઉબકા આવે છે તથા શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે.

લોકોની આ સમસ્યા છતાં પણ ગુજરાત પ્રદૂષણ બોર્ડ નિરાંતની નિંદરમાં ઘોરી રહ્યુ છે. આમ પણ તે ગુજરાત હાઇકોર્ટ જીપીસીબીને હચમચાવે નહીં ત્યાં સુધી તે કોઈપણ કાર્યવાહી કરતું નથી.  આ વિસ્તારમાં કામ કરતી હ્યુમન ફાર્મા, છત્રાલ એન્વાયર્નમેન્ટ યુનિટ ટુ કંપની, આરફિન ઇન્ડિયા પ્રાઇવેટ કંપની અને પવન સ્ટીલ દ્વારા પણ કેમિકલનું ઉત્પાદન થાય છે. છત્રાલ એન્વાયર્નમેન્ટ યુનિટ ટે કંપની ઝેરી ગેસ છોડે છે. ઝેરી દુર્ગંધથી સ્થાનિકોનો માનસિક તણાવ વધ્યો. જીપીસીબી આ મુદ્દે આંખ આડા કાન કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતની સાત નદીઓ પ્રદૂષણમુક્ત થઈ, ભોગાવોનો વારો ક્યારે?

આ પણ વાંચો: બેટરી સંચાલિત વાહનો: પ્રદૂષણ ઘટાડવાનો સરળ ઈલાજ

આ પણ વાંચો: પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયંત્રણમાં કશું નથીઃ દ્વારકામાં સોડાએશના મામલે ઝાટકણી કાઢતી ગુજરાત હાઇકોર્ટ