Not Set/ કોરોનાના કેસનો રાફ્ડો ફાટ્યો ,રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1259 કેસ નોંધાયા

Corona case scandal erupts, 1259 corona cases reported in the state in 24 hours

Top Stories Gujarat

સમગ્ર વિશ્વમાં કોરોનનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી જેમાં  લાખો લોકો મૃત્યુ  પામ્યા હતા. ત્યારે સરકાર દ્વારા કેસોને નિયંત્રણમાં લાવવા  રસીકરણ હાથ ધરવામાં આવ્યું  છે . જેમાં  આ લોકોએ વેક્સિન લઈને સુરક્ષિત થયા હતા. ત્યારે હવે એવો જ એક નવો રોગ  આવી રહ્યો છે . જેમાં વિશ્વમાં ઓમિક્રોનની એન્ટ્રીના તમામ દેશો કોરોના મામલે એલર્ટ થઇ ગયા છે,તેમજ દિવાળી પછી લોકોની બેદ્ર્કારીના  ના લીધે  કેસો માં સતત દિવસે ને દિવસે વધતાં જોવા મળી રહ્યા  છે. કોરોના  કેસ માં સતત  ઉછાળો જોવા  મળી રહ્યો  છે . સાથે  કોરોનાના નવા વેરિઅન્ટના કેસ પણ વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1259કેસ સામે આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે જે ચિંતાજનક બાબત છે,હાલ રાજ્યમાં કોરોના પ્રત્યે બેદરકારી જોવા મળી રહી છે,સરકારની ગાઇડલાઇન નેવે મુકી દીધી છે,જેના લીધે ત્રીજી લહેર આવવાની સંભાવના નકારી શકાય નહી આજે જે રીતે કેસમાં ઉછાળો જોવા મળ્યો છે તંત્ર માટે રેડ એલર્ટ સમાન છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1259કેસ નોંધાયા છે,જ્યારે અમદાવાદમાં સૌથી  વધુ 631કેસ  વડોદરામાં 68, આણંદમાં 29કેસ, સુરતમાં 213  , રાજકોટમાં 37 કોરોનાના  કેસ ખેડામાં 24 વલસાડમાં 40 કેસ નોંધાયા છે .જ્યારે કોરોનાને માત આપીને સાજા થનાર દર્દીઓની સંખ્યામાં ઘટડોથઇ રહ્યો છે,છેલ્લા 24 કલાકમાં 151 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી  ત્રણ દર્દીના મોત થયા .રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,34,538 પર  પહોચ્યો છે  . જયારેરાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,19,047ને આસપાસ થઈ  છે

આ  પણ વાંચો:Business / શું સરકાર 31 ડિસેમ્બરની રાત સુધી ટેક્સટાઇલ સેક્ટરના GST દર 5% રાખવાનો નિર્ણય લેશે?

PM નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને ડર, મૂંઝવણ અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. તો સાથે હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કામદારોને બૂસ્ટર ડોઝ આપવામાં અંગે પણ જણાવ્યું હતું .  તેનું લોન્ચિંગ 10 જાન્યુઆરી, 2022થી શરૂ થશે. આ ઉપરાંત 60 વર્ષથી વધુ ઉંમરના ગંભીર રોગોથી પીડિત લોકોને પણ બૂસ્ટર ડોઝનો વિકલ્પ આપવામાં આવશે. તેઓ તેને ડોક્ટરની સલાહ પર લઈ શકે છે.

રાજ્યમાં કોરોનાના કેસનો રાફ્ડો ફાટ્યો
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1259 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 631 કેસ
સુરતમાં 213 કેસ નોંધાયા
વડોદરામાં 68 કેસ રાજકોટમાં 37
વલસાડમાં 40 કેસ નોંધાયા
આણંદમાં 29 ખેડામાં 24
ગાંધીનગર 18 ભાવનગર 17
છેલ્લા 24 કલાકમાં 151 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 5858
રાજ્યમાં કોરોનાથી 3 દર્દીના મોત
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,34,538
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,19,047
રાજ્યમાં ઓમિક્રોનના 16 કેસ નોંધાયા