Not Set/ દેશમાં ઓમિક્રોનની તપાસ કરતી પ્રથમ OmiSure કિટને ICMRએ આપી મંજૂરી

. ICMR ઓમિક્રોનની કિટને મંજૂરી આપી દેવામાં આવી છે  આ કિટનું નામ OMISURE છે,આ કિટ ટાટા મેડિકલે તૈયાર કરી છે

Top Stories India

કોરોનાનું નવું સ્વરૂપ ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ મોટો નિર્ણય લીધો છે. ICMR ઓમિક્રોનની કિટને મંજૂરી આપી દેવામાં આવી છે  આ કિટનું નામ OMISURE છે,આ કિટ ટાટા મેડિકલે તૈયાર કરી છે.આ કિટ ઓમિક્રોનની પુષ્ટિ કરશે.

ટાટાએ તૈયાર કરેલી આ કિટને 30 ડિસેમ્બરે જ મંજૂરી મળી ગઇ હતી પરતું હલે સમાચાર સામે આવ્યા છે. હાલમાં, દેશમાં ઓમિક્રોનને શોધવા માટે બીજી કીટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે મલ્ટિપ્લેક્સ કીટનું વેચાણ અમેરિકાના થર્મો ફિશર દ્વારા કરવામાં આવે છે.આ કિટ S-Gene Target Failure (SGTF) વ્યૂહરચનાનો ઉપયોગ કરીને ઓમિક્રોનને શોધી કાઢે છે. હવે ટાટા દ્વારા મંજૂર કરાયેલી કીટનું નામ છે TATA MD CHECK RT-PCR OmiSur રાખવામાં આવ્યું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1,892 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર 568 કેસ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે દિલ્હી 382 દર્દીઓ સાથે બીજા સ્થાને છે. કેરળ 185 કેસ સાથે ત્રીજા સ્થાને છે. ઓમિક્રોન પર 1,892 દર્દીઓમાંથી, 766 સ્વસ્થ થયા છે.