સુરક્ષા/ કેવી રીતે થાય છે PMની સુરક્ષા? શું છે રૂટનો પ્રોટોકોલ,જાણો સમગ્ર વિગત

PM મોદી જ્યારે પણ ક્યાંક જાય છે ત્યારે તેમના રૂટને કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવે છે અને PMની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવે છે

Top Stories India

પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી મોદી ફિરોઝપુરમાં વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા પંજાબ પહોંચ્યા હતા.ખેડૂત સંગઠનના વિરોધના કારણે પીએમ મોદી ફિરોઝપુરના ફ્લાયઓવર પર 15થી 20 મિનિટ સુધી અટવાયા હતા. ગૃહ મંત્રાલયે તેને વડાપ્રધાનની સુરક્ષામાં ગંભીર ખામી ગણાવી હતી. વડાપ્રધાન મોદીના કાફલાએ પંજાબની મુલાકાત દરમિયાન ગંભીર સુરક્ષા ભંગ બાદ ભટિંડા એરપોર્ટ પર પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો.ગૃહ મંત્રાલયે કહ્યું કે પંજાબ સરકારને પીએમના કાર્યક્રમ વિશે પહેલાથી જ જાણ કરવામાં આવી હતી. પંજાબ સરકારે પ્લાન બી તૈયાર રાખવો જોઈતો હતો. રસ્તા પર વધારાની સુરક્ષા તૈનાત કરવામાં આવી ન હતી. પ્રક્રિયા મુજબ, સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા તેમજ આકસ્મિક યોજના તૈયાર રાખવાની હતી.

SPG PMને સુરક્ષા પૂરી પાડે છે

આવી સ્થિતિમાં સવાલ એ છે કે વડાપ્રધાનની સુરક્ષાનો પ્રોટોકોલ શું છે. PM મોદી જ્યારે પણ ક્યાંક જાય છે ત્યારે તેમના રૂટને કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવે છે અને PMની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવે છે. ભારતના વડા પ્રધાનની સુરક્ષા કોઈપણ દેશના અન્ય વડાઓ જેટલી જ ચુસ્ત છે. SPG એટલે કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ ભારતના વડાપ્રધાનને 24 કલાક સુરક્ષા પ્રદાન કરવા માટે જવાબદાર છે. વડાપ્રધાન જ્યાં પણ જાય છે ત્યાં દરેક પગલા પર SPG ચોકસાઇ શૂટર્સ તૈનાત હોય છે. આ શૂટર્સ એક જ સેકન્ડમાં આતંકીઓને ઠાર કરવામાં સક્ષમ હોય છે. આ સૈનિકોને અમેરિકાની સિક્રેટ સર્વિસની માર્ગદર્શિકા અનુસાર તાલીમ આપવામાં આવે છે. SPG જવાનો પાસે MNF-2000 એસોલ્ટ રાઇફલ, ઓટોમેટિક ગન અને 17M રિવોલ્વર જેવા આધુનિક હથિયારો હોય છે.

પોલીસની પણ ભૂમિકા મહત્વની છે

વડાપ્રધાનની સુરક્ષામાં SPG ઉપરાંત પોલીસ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. વડાપ્રધાનના સ્થાનિક કાર્યક્રમોમાં એસપીજીના વડા પોતે હાજર રહે છે. જો કોઈ કારણસર ચીફ ગેરહાજર હોય, તો સુરક્ષા વ્યવસ્થા ઉચ્ચ કક્ષાના અધિકારી દ્વારા સંચાલિત કરવામાં આવે છે. જ્યારે વડાપ્રધાન સભામાં હાજરી આપવા માટે તેમના નિવાસસ્થાનથી બહાર આવે છે ત્યારે સમગ્ર રૂટનો એક તરફનો ટ્રાફિક 10 મિનિટ માટે બંધ કરી દેવામાં આવે છે. આ દરમિયાન, બે પોલીસ વાહનો સાયરન વગાડીને માર્ગ પર પેટ્રોલિંગ કરે છે. આ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે કે વડાપ્રધાન જે માર્ગ પરથી પસાર થશે તે સંપૂર્ણ કલિયર છે

PMને NSG સંપૂર્ણ સુરક્ષા પુરી પાડે છે

વડાપ્રધાનના કાફલામાં 2 બખ્તરબંધ BMW 7 સિરીઝની સેડાન, 6 BMW X5s અને એક મર્સિડીઝ બેન્ઝ એમ્બ્યુલન્સ સાથે ડઝનથી વધુ વાહનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટાટા સફારી જામર પણ કાફલાની સાથે હોય છે. વડાપ્રધાનના કાફલાની આગળ અને પાછળ પોલીસ સુરક્ષા કર્મચારીઓના વાહનો છે. ડાબી અને જમણી બાજુએ વધુ બે વાહનો છે અને વચ્ચે વડા પ્રધાનનું બુલેટપ્રૂફ વાહન હોય છે. હુમલાખોરોને ગેરમાર્ગે દોરવા માટે, કાફલામાં વડાપ્રધાનના વાહનની સમાન બે ડમી કારનો સમાવેશ થાય છે. જામર વાહનની ટોચ પર અનેક એન્ટેના હોય છે. આ એન્ટેના 100 મીટરના અંતર સુધી રોડની બંને બાજુએ મૂકવામાં આવેલા બોમ્બને ડિફ્યુઝ કરવામાં સક્ષમ છે. આ તમામ કાર પર NSGના પ્રિસિઝન શૂટર્સનો કબજો છે. મતલબ કે સુરક્ષાના હેતુથી વડાપ્રધાનની સાથે લગભગ 100 લોકોની ટીમ છે. વડાપ્રધાન જ્યારે ચાલે છે ત્યારે પણ તેઓ યુનિફોર્મ તેમજ સિવિલ ડ્રેસમાં NSG કમાન્ડોથી ઘેરાયેલા હોય

VIP રૂટનો પ્રોટોકોલ શું છે

હંમેશા ઓછામાં ઓછા બે રૂટ નિશ્ચિત રાખવામાં આવે છે
પહેલાથી  કોઈને રસ્તો ખબર નથી હોતી
SPG છેલ્લી ઘડીએ રૂટ નક્કી કરે છે
SPG રૂટ ગમે ત્યારે બદલી શકે છે
એસપીજી અને રાજ્ય પોલીસ વચ્ચે સંકલન હોય છે.
રાજ્ય પોલીસ પાસેથી રૂટ ક્લિયરન્સ માંગવામાં આવે છે
આખો માર્ગ અગાઉથી સાફ કરી દેવામાં આવે છે