ગુજરાતમાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. હવે આ વાયરસ શાળાઓ અને હોસ્પિટલ તેમજ બેંકના કર્મચારીઓને પણ પોતાની ચપેટમાં આવૈ રહ્યા છે. સતત દર્દીઓની સારવાર કરનારા ડોક્ટર્સ પણ કોરોનાનો શિકાર બની રહ્યા છે. અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસમાં છ ડોક્ટરો કોરોના સંક્રમિત થયા છે, જેને લઈ નર્સિંગ તેમજ પેરા મેડિકલ સહિતના સ્ટાફમાં ગભરાટ ફેલાયો છે, જોકે મોટા ભાગના તબીબોને માઈલ્ડ પ્રકારનો કોરોના હોવાથી તબીયત સ્થિર છે. હોસ્પિટલ કેમ્પસના સૂત્રોના કહેવા પ્રમાણે સિવિલ હોસ્પિટલના પાંચ ડોક્ટરો અને યુએન મહેતા હોસ્પિટલમાં એક કાર્ડિયોલોજિસ્ટ એમ કુલ 6 તબીબો કોરોનામાં સપડાયા છે.
આ પણ વાંચો :ડાકોરમાં કોંગ્રેસના કાર્યક્રમ દરમિયાન લપસી પડ્યા અમિત ચાવડા, જુઓ વીડિયો
સૂત્રોનું કહેવું છે કે, સંક્રમિત ડોક્ટરની તબીયત સ્થિર છે, જોકે સિવિલ હોસ્પિટલના સત્તાવાર સૂત્રોએ આ વિશે કોઈ ફોડ પાડયો નથી. કોરોનાની પહેલી લહેર વખતે સિવિલ અને ખાસ કરીને સિવિલની કેન્સર હોસ્પિટલમાં સૌથી વધુ તબીબો અને સ્ટાફ કોરોના સંક્રમિત થયા હતા, જોકે બીજી લહેર વખતે કોરોના રસીકરણને કારણે ખૂબ જ ઓછી સંખ્યામાં ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ સંક્રમિત થયા હતા. સિવિલમાં હેડ નર્સ સહિતના કેટલાક સ્ટાફને જીવ ગુમાવવો પડયો હતો.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3350કેસ નોંધાયા છે,જ્યારે અમદાવાદમાં સૌથી વધુ 1637કેસ વડોદરામાં 150, આણંદમાં 144કેસ, સુરતમાં 630, રાજકોટમાં 141 કોરોનાના કેસ ખેડામાં 84 કેસ નોંધાયા છે .જ્યારે કોરોનાને માત આપીને સાજા થનાર દર્દીઓની સંખ્યામાં ઘટડોથઇ રહ્યો છે,છેલ્લા 24 કલાકમાં 236દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનુ મોત થયું છે.રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,40,153પર પહોચ્યો છે. જયારે રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,19,523ને આસપાસ થઈ છે.
આ પણ વાંચો :અંકલેશ્વર GIDCમાં બની વધુ એક દુર્ઘટના, દીવાલ ધરાશાયી થતા ચાર લોકોના મોત
આ પણ વાંચો :રાજ્યમાં કમોસમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા, વરસાદનાં કારણે વહેલી સવારે Visibility થઇ ઓછી
આ પણ વાંચો :વાઇબ્રન્ટ સમિટ બાદ સરકારનો બીજો સૌથી મોટો નિર્ણય, ફ્લાવર શો, પતંગોત્સવ રદ્દ
આ પણ વાંચો :રાજ્યમાં વધતા કોરોનાનાં કેસ વચ્ચે કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો
