Rajkot/ સૌરાષ્ટ્ર યુનિ. ખાતે વોટરપોલો સ્પર્ધા, દેશભરમાંથી 18 ટીમ સ્પર્ધામાં લેશે ભાગ

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિ. ખાતે વોટરપોલો સ્પર્ધા, દેશભરમાંથી 18 ટીમ સ્પર્ધામાં લેશે ભાગ

Gujarat Rajkot Trending

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિ. ખાતે પ્રથમવાર વોટરપોલો સ્પર્ધા યોજાશે. જેમાં દેશભરમાંથી 18 ટીમ સ્પર્ધામાં  ભાગ લેશે. આગામી 24-27 માર્ચ દરમિયાન આ વોટરપોલો સ્પર્ધા યોજાશે. પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની વોટરપોલો સ્પર્ધા રાજકોટ ખાતે યોજાઈ રહી છે. જેમાં દેશભરમાંથી 18 ટીમ  ભાગ લેશે.

આ સ્પર્ધા ગુજરાતમાં ખુબ જ ઓછી જાણીતી છે. એક ટીમમાં 13 ખેલાડી અને 2 કોચ હશે. ઓલિમ્પિક રમી ચૂકેલા ઘણા ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેશે.

Bio-Mechanics Of Pass-Shot In Water Polo

વોટરપોલો રમત ફુટબોલ જેવી હોય છે. પણ પાણીમાં રમવાની હોય છે. વોટર પોલોમાં બોલથી પ્લેયર ગોલ કરે છે. રમતમાં એક ટીમમાં કુલ 13 ખેલાડીઓ હોય છે જેમાંથી 7 ખેલાડી રમત રમે છે જ્યારે સાત ખેલાડી અવેજ રહે છે. રમતમાં આઠ-આઠ મિનિટના ચાર રાઉન્ડ રમાડવામાં આવે છે અને જે ટીમ વધારે ગોલ કરે ટીમ વિનર બને છે.