બિગ બોસ હવે તેના અંતિમ તબક્કાએ પહોંચી ગયુ છે. આવી સ્થિતિમાં હવે દર્શકોને ધીમે ધીમે ઘણા આંચકાઓ લાગવાના છે. જો કે તેની શરૂઆત પણ થઈ ચૂકી છે. આ અઠવાડિયે શો નાં મજબૂત સ્પર્ધક ઉમર રિયાઝને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.

આ પણ વાંચો – ઠંડીનો ચમકારો / રાજ્યમાં આગામી દિવસમાં કાતિલ ઠંડીની આગાહી, ઉત્તર ભારતમાં હિમવર્ષાનાં કારણે વધશે ઠંડી
જી હા, અસીમ રિયાઝ અને હિમાંશી ખુરાનાની ટ્વીટ ઈશારો કરી રહી છે કે ઉમર રિયાઝ શો માંથી બહાર થઈ ગયો છે. તેના ચાહકો માટે આ ચોંકાવનારા સમાચાર છે. ચાહકોને આ વાતની જાણ થતાં જ ટ્વિટર પર ઉમર રિયાઝનાં સમર્થનમાં ટ્રેન્ડ ચાલી રહ્યો હતો. જો કે, ઘણા યુઝર્સે નિર્માતાઓનાં આ પગલાને યોગ્ય ઠેરવ્યું કારણ કે તેઓએ ઘણી વખત શો માં મારપીટ કરી હતી. જેની આ હાઉસમાં પરવાનગી આપવામાં આવતી નથી. બિગ બોસ 15ની ફિનાલે રેસ જબરદસ્ત આંચકાથી ભરેલી છે. જેમ જેમ ફિનાલેની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા અને ચાહકોનાં હૃદયનાં ધબકારા વધી રહ્યા છે. હવે બિગ બોસે દર્શકોને મોટો ઝટકો આપ્યો છે. શો નાં મજબૂત ખેલાડી માનવામાં આવતા ઉમર રિયાઝને બિગ બોસ 15 માંથી બહાર કરી દેવામાં આવ્યો છે. શુક્રવારે બિગ બોસે ઉમર રિયાઝનાં ચોંકાવનારા એલિમિનેશનથી બધાને ચોંકાવી દીધા હતા. ઉમરની હકાલપટ્ટી તેના ચાહકો દ્વારા સ્વીકારવામાં આવી રહી નથી. ઉમરની હકાલપટ્ટીથી સેલેબ્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર ઉમર રિયાઝનાં સમર્થકો ખુલ્લેઆમ આ હકાલપટ્ટીનાં વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તે ચાહકો માટે પણ આઘાતજનક છે કારણ કે ઉમરે ફિનાલેની ટિકિટ જીતી હતી અને તે રમતનો VIP સભ્ય બન્યો હતો. હકાલપટ્ટીની રેસમાં તેની બહાર નીકળવાનો કોઈએ વિચાર પણ નહોતો કર્યો. તેની હકાલપટ્ટીનાં સમાચાર આવતા જ ચારેબાજુથી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે.

આ પણ વાંચો – Bollywood / સલમાન ખાને શેર કર્યો ઘોડા સાથે ફોટો, ચાહકો બોલ્યા જ્યારે ભાઈજાનની ચાલે છે ત્યારે…
ઉમર રિયાજનાં નિકળવાનાં સમાચાર આવ્યા બાદ શો ની કન્ટેસ્ટન્ટ રહી ચુકેલી હિંમાશી ખુરાનાએ ટ્વીટ કરી આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે ટ્વીટ કરતા લખ્યુ કે, ‘તેઓ જે કરવા માગે છે તે કરે છે…વોટિંગ કરાવો અને પછી તેમને બહાર કાઢી દો…અને મારપીટ કરીને તમારું માનસિક સ્વાસ્થ્ય બગાડે છે…સારું રમ્યા તમે ઉમર…’ બીજા ટ્વિટમાં તેણે લખ્યું- ‘આ આશ્ચર્યની વાત નથી, દરેક સીઝનમાં આવુ જ હોય છે.
They do what they wana do …. votes krwao or fir nikal do …. or bash kar karke mental health bhi khraab kar do ….. well played umar @realumarriaz
— Himanshi khurana (@realhimanshi) January 7, 2022
No wonder har season me same hota hai …. isi liye kya hi voting appeal dale or kya votes mange …… we are with you umar @realumarriaz
— Himanshi khurana (@realhimanshi) January 7, 2022
ઉમરનાં ભાઈ આસિમ રિયાઝે પણ ભારે હૈયે બે શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. પોતાના ભાઈની રમતનાં વખાણ કરતાં તેણે લખ્યું, ‘સારું રમ્યું ભાઈ.’
Well played @realumarriaz
“Love you bro— Asim Riaz (@imrealasim) January 7, 2022
આપને જણાવી દઇએ કે, એક ટાસ્ક દરમિયાન પ્રતીક સહજપાલ અને ઉમર રિયાઝ લડતા જોવા મળ્યા હતા. પહેલા બન્ને વચ્ચે બોલાચાલી થઈ, પછી મામલો એટલો વધી ગયો કે ઉમરે પ્રતીકને ધક્કો મારી દીધો. બાદમાં પરિવારજનોએ કોઈક રીતે બન્ને વચ્ચેની આ લડાઈનો અંત લાવ્યા હતા. ટાસ્ક પૂર્ણ થયા પછી, બિગ બોસે ઉમર પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે ઘરમાં કોઈ ઝપાઝપી કરવાની મંજૂરી નથી. આવી સ્થિતિમાં દર્શકો નક્કી કરશે કે શું કરવુ.
