અકસ્માત/ ઝારખંડમાં ગમખ્વાર અકસ્માત ટ્રકે બે રિક્ષાને ટક્કર મારતાં 4 લોકોના ઘટનાસ્થળે મોત,15 ઘાયલ

બોકારોના પેટરવાર પોલીસ સ્ટેશન વિસ્તારની હદ નેશનલ હાઇવે   23 પાસે લુકૈયા શગુન પેટ્રોલ પંપ પાસે રવિવારે રાત્રે આ ઘટના બની હતી

Top Stories India
ઓવરસ્પીડ ચાલકે ઓવર સ્પીડના કારણે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સીધી ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેમાં એક યુવક સીધો બ્રિજ પરથી

ઝારખંડના બોકારોમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત થયો છે. બોકારોના પેટરવાર પોલીસ સ્ટેશન વિસ્તારની હદ નેશનલ હાઇવે   23 પાસે લુકૈયા શગુન પેટ્રોલ પંપ પાસે રવિવારે રાત્રે આ ઘટના બની હતી. જ્યાં પિકનિક મનાવીને પરત ફરી રહેલી બે ઓટોને ટ્રકે કચડી નાંખી હતી. જેના કારણે 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને રાંચીની રિમ્સ અને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ રામગઢ-બોકારો મુખ્ય માર્ગને બ્લોક કરી દીધો છે.

અજાણેયા ટ્રકે ઓટો રિક્ષાને ટ્રક્કર મારતાં 4 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે અને 15 લોકો અતિ ગંભીર હાલતમાં છે , આ ઘટનાની જાણ પોલીસને  થતાં તે સત્વરકે ઘટનાસ્થળે પહોચી હતી અને  ઇજગ્રસ્તનો હોસ્પિટલમાં મોકલ્યા હતા. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતનો ભોગ બનેલી બંને ઓટોમાં 15 યુવકો સવાર હતા, જેમાં ચારના મોત થયા હતા. જ્યારે બાકીના લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતનો ભોગ બનેલા તમામ યુવકો પેટરવાર બ્લોક હેઠળના લુકૈયાના રહેવાસી હોવાનું કહેવાય છે. આ ઘટના વિશે સ્થાનિક લોકોનું કહેવું છે કે ઓટોમાં સવાર તમામ લોકોના ઘર નજીકમાં છે. પિકનિક પરથી પાછા ફર્યા બાદ બધા ઓટોમાંથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે પાછળથી આવતા બેકાબૂ ટ્રેલરે જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રેલર ઓટોને 300 મીટર સુધી ખેંચીને લઈ ગયું. જેના કારણે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એકનું હોસ્પિટલમાં જ મોત થયું હતું. ઉતાવળમાં તમામ લોકોને બોકારો જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર હાલતને જોતા ડોક્ટરોએ રિમ્સને રેફર કરી હતી. આ ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ વળતરની માંગણી સાથે રાતથી જ રસ્તો રોકી રાખ્યો