Anand/ કિર્તીદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ, ધારાસભ્ય મયૂર રાવલ જોવા મળ્યા માસ્ક વગર

આણંદમાં કોરોનાનાં કહેર વચ્ચે નિયમોનાં ધજાગરા ઉડ્યા છે. લોકગાયક કિર્તીદાન ગઢવીના ડાયરામાં લોકોની ભીડ ઉમટી હતી.જ્યાં ધારાસભ્ય મયૂર રાવલે ડાયરામાં રૂપિયા ઉડાવ્યા હતા.

Gujarat Others
કિર્તીદાન ગઢવીના
  • આણંદમાં કિર્તીદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ
  • ધારાસભ્ય મયૂર રાવલની હાજરીમાં ઉમટી ભારે ભીડ
  • ધારાસભ્ય મયૂર રાવલે ઉડાવ્યા ડાયરામાં રૂપિયા
  • ડાયરામાં અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા
  • આણંદના કમલસરમાં યોજાયો હતો ડાયરો

આણંદમાં કોરોનાનાં કહેર વચ્ચે નિયમોનાં ધજાગરા ઉડ્યા છે. લોકગાયક કિર્તીદાન ગઢવીના ડાયરામાં લોકોની ભીડ ઉમટી હતી.જ્યાં ધારાસભ્ય મયૂર રાવલે ડાયરામાં રૂપિયા ઉડાવ્યા હતા.તો ડાયરામાં મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં અમદાવાદ, સુરત બાદ આણંદમાં કોરોના કહેર વરસાવી રહ્યો છે.આણંદમાં દિવસેને દિવસે કોરોનાનાં આંકડામાં વધારો થઈ રહ્યો છે. છતા રાજકીય નેતા દ્વારા જ નિયમોનું સરેઆમ ભંગ કરી રહ્યા છે.ત્યારે શું નિયમો માત્ર નાગરિકા માટે છે.રાજકીય નેતાઓ માટે નહીં તેવા સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો : સંતરામપુરની હાઇસ્કૂલમાં આચાર્યએ વિદ્યાર્થીને માર્યો માર, વિદ્યાર્થીની માતાએ લગાવ્યો આ આરોપ

આ વિશએ જાણવા મળી રહ્યું છે કે લોકગાયક કિર્તીદાન ગઢવીની લોક ચાહના ગુજરાત જ સહિત દેશ અને વિદેશમાં પણ એટલી બધી છે કે તેઓ ડાયરા માટે જાણીતા છે. ત્યારે આણંદના કલમસરમાં કિર્તીદાન ગઢવીના એક કાર્યક્રમમાં રૂપિયાનો વરસાદ થયો હતો. જેમાં ડાયરામાં ઉપસ્થિત લોકોએ તેમના કાર્યક્રમમાં રૂપિયા વરસાવ્યા હતા. અહીં આશ્ચર્યની વાત એ છે કે કાર્યક્રમમાં રાજ્યના ધારાસભ્ય મયુર રાવલની હાજરીમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. અહીં પણ કોરોના નિયમોના સરેઆમ ધજાગરા ઉડ્યા હતા.

કિર્તીદાન ગઢવીના ડાયરામાં અનેક લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા મળ્યું નહોતું. ધારાસભ્ય મયુર રાવલે જાતે ડાયરામાં રૂપિયા ઉડાવ્યા હતા. કિર્તીદાન ગઢવી પર રૂપિયા ઉડાડતો ધારાસભ્યના દ્રશ્યો વાયરલ થતા ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો હતો. અહીં કોરોનાના કહેર વચ્ચે અનેક લોકો માસ્ક વગર દેખાયા હતા.

આ પણ વાંચો :ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા કોરોના સંક્રમિત,મુખ્યમંત્રીની રાજકોટ રેલીમાં હાજર હતા

થોડા સમય અગાઉ એટલાન્ટામાં કિર્તીદાન ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. જેમાં અમેરિકન ડોલરોનો વરસાદ થયો હતો. કિર્તીદાન ગઢવીએ લીલી લીંબડી રે… લીલો નાગરવેલનો છોડ… તે ગીત ગાતા જ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો ઉત્સાહમાં આવી ગયા હતા અને ડોલરની થપ્પીઓ ઉડાવી હતી.

આ પણ વાંચો :અમદાવાદ સિવિલના 29 ડૉકટરો કોરોના સંક્રિમત,તમામ તબીબો હોમ આઇસોલેટ

આ પણ વાંચો :ઝાલાવાડ લોકસાહિત્ય પરિવારના ઉપક્રમે સુરેન્દ્રનગર ખાતે પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો

આ પણ વાંચો :હળવદના મયુરનગરના યુવાને ભારતીય સેનામાં ૧૭ વર્ષ સેવા આપી પરત ફરતા મોરબી તેમજ વતનમાં આર્મી જવાનનું