Surat News: સુરતના ધારાસભ્ય વિનુ મોરડિયાએ રાજ્યના મુખ્યમંત્રીને એક મહત્વપૂર્ણ પત્ર લખી માનસિક દિવ્યાંગ બાળકો અને તેના પરિવારને રાશન ફાળવવા માંગ કરી છે. તેણે કહ્યું કે ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ( Food Safety Act) હાલ ઘણા જરૂરિયાતમંદ પરિવારોને અનાજની સહાય આપવામાં આવે છે, પરંતુ 40 ટકાથી વધુ માનસિક દિવ્યાંગ બાળકો અને તેના પરિવાર હજુ પણ આ યોજનાથી વંચિત છે.
[fvplayer id=”60″]
વિનુ મોરડિયાએ પોતાના પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના(Prime Minister Garib Kalyan Anna Yojana)નો લાભ દેશભરના કરોડો પરિવારોને મળી રહ્યો છે. ત્યારે માનસિક દિવ્યાંગ બાળકોને પણ આ યોજનાનો સીધો લાભ મળવો જોઈએ. ખાસ કરીને એવા પરિવારોને, જ્યાં પેરેન્ટ્સ પોતાના બાળકોની સતત માવજત કરે છે, તેને અનાજ સહાય મેળવવી અત્યંત આવશ્યક છે.

આ મુદ્દાને લઈને માવજત પેરેન્ટ્સ એસોસિયેશન(Mawazat Parents Association)દ્વારા પણ સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સમસ્યાનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી. તેથી ધારાસભ્ય મોરડિયાએ સીધા મુખ્યમંત્રીને પત્ર લખીને આ બાબતે યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરી છે.

તેણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર અનેક સામાજિક યોજનાઓ દ્વારા દિવ્યાંગોની સહાય માટે કાર્યરત છે, પરંતુ રાશન અને ખાદ્ય સુરક્ષા જેવી મૂળભૂત જરૂરિયાતમાં માનસિક દિવ્યાંગ પરિવારોને અવગણવા યોગ્ય નથી. આ પરિવારોને રાશનના લાભથી તેની આર્થિક મુશ્કેલીઓમાં રાહત મળશે.
રાજ્ય સરકાર તરફથી આ પત્રને લઈને હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ આવ્યો નથી, પરંતુ સમાજના વિવિધ વર્ગોમાંથી વિનુ મોરડીયાની આ રજૂઆતને સમર્થન મળતું જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો:સુરતમાં BRTS બસમાં ડાન્સ પાર્ટીનો વીડિયો વાયરલ, મનપા દ્વારા કાર્યવાહીની તૈયારી
આ પણ વાંચો:સુરતની કાયદો અને વ્યવસ્થા હવે નારીશક્તિના હાથમાં, 8 ડીસીપી તરીકે મહિલા અધિકારી
