રાજકીય તજજ્ઞો દ્વારા તમિલનાડુમાં મોટા રાષ્ટ્રીય પક્ષોને અસ્તિત્વ માટે ફાંફા મારવા પડે તેવી હાલત જોવામાં આવી રહી છે. ૨૦૧૫માં અન્નાડીએમકેની જીત પણ ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં ડીએમકે ગઠબંધનને ૩૯માંથી ૩૮ બેઠકો મળી હતી. ઉલ્લેખનીય છે કે, ૧૯૬૨ બાદ તમિલનાડુમાં અન્નાડીએમકે અથવા ડીએમકેની જ સત્તા રહી છે.
સૌ કોઇ ને યાદ હશે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાજેતરમાં ચેન્નાઈ ગયા હતા. ત્યાં તેમણે અન્ના ડીએમકેના નેતાઓ સાથે ચર્ચા કરી અને પછી આ નેતાઓની હાજરીમાં જાહેર કર્યું કે, તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને અન્નાડીએમકેનું જાેડાણ યથાવત રહેશે અને અન્નાડીએમકે એનડીએને ટેકો આપતો રહેશે.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જંગના નગારે ઘા દઈને આવ્યા બાદ દક્ષિણનો ગઢ સર કરવાના ઈરાદા સાથેનો શાહનો આ પ્રથમ પ્રવાસ હતો. અમિત શાહ ભલે કેન્દ્ર સરકારમાં મહત્વનો હોદ્દો ધરાવતા હોય, ભલે ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા હોય પણ ભાજપની ચૂંટણીલક્ષી કોઈ પણ કામગીરીનો દોર હજી અમિત શાહ પાસે જ છે તે નક્કી થઈ ગયું.
આગામી મે માસમાં પશ્ચિમ બંગાળની સાથે દક્ષિણના ત્રણ રાજ્યો તમિલનાડુ, કેરળ અને પોંડીચેરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તમિલનાડુમાં ભલે ભાજપના સાથીદાર ડીએમકેનું શાસન હોય પણ ભાજપે ત્યાં માંડ ગઈ ચૂંટણીમાં ખાતુ ખોલાવ્યું છે. જ્યારે પૌંડીચેરી હજુ પણ ભાજપ માટે સાવ બ્લેંક સ્પોટ છે. તો કેરળમાં પણ ડાબેરીઓનું શાસન છે. અને ભાજપનો માત્ર સમ ખાવા પૂરતો એક જ સભ્ય છે.

તમિલનાડુ વિધાનસભા પર ૧૯૬૨થી કોંગ્રેસે પોતાનું વર્ચસ્વ ગુમાવી દીધેલું છે. તે પહેલાં ત્યાં ભક્તવત્સલમની આગેવાની હેઠળની કોંગ્રેસની સરકાર હતી, પરંતુ ૧૯૬૨ બાદ સીએન, અન્નાદુરુઈની આગેવાની હેઠળ ડીએમકેની સરકાર રચાઈ. ત્યારબાદ ડીએમકેનું વિભાજન થયું. એમ.જી. રામચંદ્રનની આગેવાની હેઠળ અન્ના ડીએમકેની સરકાર રચાઈ. એમ.જી. રામચંદ્રનના નિધન બાદ અન્નાડીએમકેનું સુકાન તેમની શિષ્યા અને ફિલ્મ અભિનેત્રી જયલલિતાએ સંભાળ્યું.
સામે પક્ષે ડીએમકેના સુકાની કરૂણાનિધિ હતા. તમિલનાડુમાં અમુક સમય અન્નાડીએમકેનું તો અમુક સમય ડીએમકેના શાસનગાળો હતો. અન્નાડીએમકે અમુક સમયે કોંગ્રેસ સાથે તો અમુક સમયે વિપક્ષ સાથે હોય છે. ૨૦૧૦માં જયલલિતાએ કરૂણાનિધિના પક્ષને પછડાટ આપી સત્તા કબ્જે કરી અને પોતાની કામગીરીના આધારે ૨૦૧૫માં એન્ટીઈન્કમબન્સી વેવ અને અનેક આક્ષેપો છતાં સત્તા જાળવી રાખી. જયલલિતાએ તેમની સામેના પ્રકરણ અંગે જેલવાસ પણ વેઠવો પડ્યો અને પોતાના નાણામંત્રીને મુખ્યમંત્રી બનાવ્યા.
જો કે સામે પક્ષે જયલલિતાની ખાસ શશીકલાએ મુખ્યમંત્રી પદ માટે મેદાને આવ્યા. તેઓ પણ આક્ષેપોથી ખરડાયેલા હતા. તેથી શાસન ન સંભાળી શક્યા. સુશ્રી જયલલિતાના નિધન બાદ એક તબક્કે ઉભા ફાડીયાની સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ અત્યારે બધુ ઠીક ચાલે છે સામે પક્ષે કોંગ્રેસની આગેવાની હેઠળના યુપીએનો લાંબા સમયથી સાથીદાર રહેલ ડીએમકે પણ કેન્દ્રમાં પ્રધાનપદ ભોગવી ચૂક્યો છે. કરૂણાનિધિના અવસાન બાદ તેના સૌથી મોટા પુત્ર સ્ટાલિને ડીએમકેનું સુકાન સંભાળ્યું છે. તો કરૂણાનિધિની પુત્રી કનીમોજી તેમની સાથે છે.

કરૂણાનિધિના એક પુત્ર અત્યારે સ્ટાલિનની સામે છે અને સોમનાથન નામના આ આગેવાનને પોતાની સાથે લેવા ભાજપ પ્રયાસ કરે છે. ૨૩૪ સભ્યોના વિધાનસભામાં અન્ના ડીએમકેના ૧૩૫ સભ્યો છે અને વિપક્ષના ૯૯ સભ્યો છેતેમાં ડીએમકેના ૮૯, કોંગ્રેસના ૮ અને ઈન્ડિયન યુનિયન મુસ્લિમલીગના ૧ એએમએમ કેના ૧ સભ્ય છે તો ૧ ભાજપના છે. પહેલા મદ્રાસ સ્ટેટ તરીકે ઓળખાતાઅને પછી નવા નામકરણથી તમિલનાડુ બનેલા આ રાજ્યમાં ૧૯૬૨ બાદ કોંગ્રેસનું જાેર તૂટી ગયું છે.
તમિલનાડુની વાત આવે છે ત્યારે એક બાબત પણ યાદ રાખવી જરૂરી છે કે જ્યારે આ રાજ્ય મદ્રાસ કહેવાતું હતું ત્યારે આઝાદી મળ્યા બાદ એટલે કે ૧૯૪૭ બાદ તેના ગવર્નર (રાજ્યપાલ) તરીકે ભાવનગરના રાજવી સ્વ.કૃષ્ણકુમારસિંહજી પણ હતા અને તેમણે ૧ રૂપિયાનો ટોકન પગાર લઈને ગવર્નર તરીકેની ફરજ બંધારણની જાેગવાઈ મુજબ કામ કરી પ્રજાનો પ્રેમ જીત્યો હતો. તમિલનાડુ (ભુતકાળના મદ્રાસ રાજ્ય)ની પ્રાજ આજે પણ ભાવનગરના આ સદ્દગત રાજવીને યાદ કરે છે.

૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં પ્રથમ પછડાટ ડીએમકેને મળી હતી પરંતુ ૨૦૧૫ની વિધાનસભામાં હાર અને ડીએમકેના નેતા કરૂણાનિધિની વિદાય બાદ તેમના પુત્ર સ્ટાલિને સુકાન સંભાળ્યા પછી યોજાયેલી ચૂંટણીઓ ડીએમકેની આગેવાની હેઠળનો મોરચો કે જેમાં કોંગ્રેસ પણ ભાગીદાર છે. તેને ૩૯માંથી ૩૮ બેઠકો મળી હતી. જેમાં કોંગ્રેસની આઠ બેઠકનો સમાવેશ થાય છે. આ પહેલા ૨૦૧૪માં અન્નાડીએમકે જાેડાણને ૩૯માંથી ૩૭ બેઠકો મળી હતી. ડીએમકે ગઠબંધનને માત્ર ૨ બેઠકો મળી હતી. ૨૦૧૫માં ૯૯ બેઠકો મેળવનાર ડીએમકે વિપક્ષ ગઠબંધનને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૨૨૦ બેઠકો પર સરસાઈ મળી હતી.
તમિલનાડુ પણ એક એવું રાજ્ય છે જ્યાં ૧૯૬૨ બાદ પ્રાદેશિક પક્ષનું શાસન છે. અને કોંગ્રેસી નેતા વર્ષોથી વાસ્તવિકતા સ્વીકારી લઈ અમુક સમય અન્નાડીએમકે અને અમુક વખત ડીએમકેની આંગળી પકડી તે પક્ષ જેટલી બેઠકો આપે તે લડીને જીતાય એટલી જીતીને ચલાવવું પડ્યું આવી જ દશા ભાજપની છે. ૨૦૧૫માં ભાજપને થોડો લાભ થયો પરંતુ ૨૦૧૯માં તો અન્નાડીએમકેનું જાેડાણ જ સારૂ થઈ ગયું પછી ભાજપને ક્યાંથી લાભ કાપવાનો હતો ૨૦૧૯માં ફિલ્મ સ્ટાર રજનીકાંત સાથે ભાજપે સંપર્ક સાધ્યો હતો બેઠકો જીતવામાં નિષ્ફળ ગયેલા રજનીકાંતને આ વખતે પણ મનાવવાની કોશીષ કરી છે તો બીજી બાજુ ડીએમકેમાં સ્ટાલિન અને કનીમોજી દ્વારા થયેલી અવગણનાથી નારાજ અને ડીએમકેથી લગભગ દૂર થયેલા સોમનાથ (સ્વ. કરૂણાનિધઇના બીજા પુત્ર)ને પોતાના તરફ ખએંચી ભાજપ પોતાની તાકાત મજબૂત બનાવવા પ્રયાસ કરે છે.

અન્નાડીએમકેના બે જૂથો વચ્ચે ભલે મતભેદો દૂર થયા હોય પરંતુ મનમેળ નથી. મુખ્યમંત્રી ઈ.કે. પલાની સ્વામી અન્ના ડીએમકેના નેતા છે. પરંતુ તેમની કાર્યશૈલી સામે બીજા જૂથનો વિરોધ સતત ચાલુ રહ્યો છે. આ પણ એક વાસ્તવિકતા છે. આમ તમિલનાડુમાં બે મુખ્ય અને મજબૂત પ્રાદેશિક પક્ષોમાં જે જૂથબંધી કે તીરાડ છે તેનો લાભ પોતાના ખાતામાં જમા કરાવવા માટે ભાજપે ખેલ શરૂ કર્યો છે અને અમિત શાહની તાજેતરની ચેન્નઈ મુલાકાતનો હેતુ પણ આજ હતો કેન્દ્રીય પ્રધાનમંડળમાં અન્નાડીએમકેના એકનેતાને હંગામી ધોરણે (ચૂંટણી સુધી) પ્રતિનિધિત્વ આપીને પણ ભાજપ પોતાની તાકાત વધારવા વધુ એક ખેલ પણ ખેલી શકે છે.
ડીએમકે અને કોંગ્રેસ વચ્ચે જાેડાણ નક્કી છે પરંતુ હવે તેમાં બિહારની જેમ ડાબેરી પક્ષો ઉમેરાય છે કે પીએમકે સાથ આપે છે તેના સોગઠા ગોઠવાય છે ટુંકમાં દેશના છેવાડે આવેલા તમિલનાડુમાં આગામી ચૂંટણી ઘણી મહત્વની બની રહે તેમ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
