Delhi Lockdown Updates/ દિલ્હીમાં લોકડાઉન અંગે CM કેજરીવાલે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

દિલ્હીમાં લોકડાઉનને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી. પરંતુ હવે સીએમ અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કર્યું છે કે દિલ્હીમાં લોકડાઉન…

Top Stories India
દિલ્હીમાં લોકડાઉન

રાજધાની દિલ્હીમાં કોરોનાનો પ્રકોપ યથાવત છે. કોવિડથી પીડિત દર્દીઓની સંખ્યા સતત સામે આવી રહી છે. કોરોનાના વધતા જતા પ્રકોપને કારણે રાજધાનીમાં કડકાઈ વધારી દેવામાં આવી છે. દિલ્હીમાં તમામ ખાનગી ઓફિસોને સંપૂર્ણ રીતે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે દિલ્હીમાં લોકડાઉનને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી. પરંતુ હવે સીએમ અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કર્યું છે કે દિલ્હીમાં લોકડાઉન નહીં થાય.

આ પણ વાંચો:મુંબઈમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં શહેરમાં 120 પોલીસકર્મી પોઝિટિવ, 1નું મોત

આપને જણાવી દઈએ કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ઘણી મજબૂરીમાં પ્રતિબંધો લગાવવા પડ્યા છે, અમે જલ્દીથી પ્રતિબંધ હટાવીશું. આજે સાંજ સુધીમાં આશરે 20,000 કેસનો રિપોર્ટ આવશે. અમે લોકડાઉન નથી લાદી રહ્યા.

કેજરીવાલે કહ્યું કે આજે દિલ્હીમાં જે લોકો હોસ્પિટલમાં દાખલ છે તેમાં માત્ર કોરોના રોગ માટે જ હોસ્પિટલમાં આવનાર લોકોની સંખ્યા ઘણી ઓછી હશે. જો જરૂરી હોય તો, અમે 37,000 બેડ તૈયાર કરીને 11,000 ICU તૈયાર કરી શકીએ છીએ.

આ પણ વાંચો:દિલ્હીમાં ખાનગી ઓફિસો સંપૂર્ણપણે બંધ કરવાનો આદેશ, કર્મચારીઓ કરશે ઘરેથી જ કામ

આ પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને કોરોના અંગેની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.

હવે ખાનગી ઓફિસોમાં માત્ર WFH

દિલ્હીની તમામ ખાનગી ઓફિસોને ફિઝિકલી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે હવે દિલ્હીની ખાનગી ઓફિસોના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ (WFH)માં કામ કરશે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) એ મંગળવારે એક આદેશમાં જણાવ્યું હતું કે, “કોવિડ -19 ના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને, મુક્તિની શ્રેણીમાં આવતી ઓફિસો સિવાય તમામ ખાનગી ઓફિસો દિલ્હીમાં બંધ રહેશે.”

1-2 દિવસમાં કોરોના ટોચ પર હશે – સત્યેન્દ્ર જૈને કહ્યું

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને એક ખાનગી મધ્યમ સાથે વાત કરતા કહ્યું કે કોવિડ-19 ‘એક-બે દિવસમાં’ તેની ટોચ પર પહોંચી જશે, ત્યારબાદ ત્રીજા મોજામાં ચેપના કેસમાં ઘટાડો થશે. સોમવારે 19,000 થી વધુ નવા કોરોના કેસ નોંધાયા હતા, જે રવિવાર કરતા થોડા ઓછા છે.

જાન્યુઆરીના અંત સુધીમાં દરરોજ 58-60,000 કોરોના કેસ આવી શકે છે: સૂત્રો

સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર જાન્યુઆરીના અંત સુધીમાં દિલ્હીમાં દરરોજ 58-60 હજાર નવા કોવિડ કેસ નોંધાઈ શકે છે. સાથે જ જણાવ્યું કે રાજધાનીમાં કોરોનાના મામલા પર લગામ લગાવવા માટે ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં મહત્વનો નિર્ણય લઈ શકે છે.

આ પણ વાંચો:PM મોદી આજે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક,કોરોના સંદર્ભે કરશે વાતચીત

આ પણ વાંચો: ફિલ્મના બદલામાં શારીરિક સંબંધ બાંધવા માંગતો હતો નિર્દેશક, અભિનેત્રી પાસેથી માંગી પ્રાઇવેટ તસવીરો  

આ પણ વાંચો:સમાજવાદી પાર્ટી સત્તા પર આવશે તો રામ મંદિર પર બૂલડોઝર ચલાવશે,જાણો કોણે કહ્યું આવું…