જાકો રાખે સાઈયા માર શકે ના કોઈ, આ કહેવત તો તમે ઘણીવાર સાંભળી જ હશે, પરંતુ આ કહેવત તાજેતરમાં સાચી સાબિત થઇ હોવાનુ પણ સામે આવી રહ્યુ છે. અમેરિકાનાં કેલિફોર્નિયામાં એક ભયાનક અકસ્માત ટળી ગયો છે. જ્યાં એક પ્લેન અચાનક અસંતુલિત થઈ ગયું અને રેલવે ટ્રેક પર પટકાઇ ગયું હતુ. જે પછી પ્લેનનો પાયલોટ અંદર ફસાઈ ગયો હતો. ઝડપથી આવી રહેલી ટ્રેન પ્લેન સાથે અથડાય તે પહેલા, એક પોલીસકર્મીએ અથડાવાની સેકન્ડો પહેલાં તેના ક્રેશ થયેલા પ્લેનમાંથી પાયલોટને બહાર કાઢ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો – મોટા સમાચાર / કોંગ્રેસનાં કોર્પોરેટરનો વિરોધ કામ ન આવ્યો, શહેઝાદ પઠાણ જ AMC માં વિપક્ષનાં નેતા બન્યા
અમેરિકાનાં લોસ એન્જલસમાં ક્રેશ થયેલા પ્લેનમાંથી પાયલોટને ફિલ્મી સ્ટાઈલમાં બચાવવાનો એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. અહીં સિંગલ એન્જિનનાં નાના કદનું એરક્રાફ્ટ ટેક ઓફ કર્યા પછી તુરંત જ ક્રેશ થયું હતુ અને ટ્રેનનાં પાટા પર પટકાયુ હતુ. થોડીક સેકન્ડો પછી, એક હાઇ સ્પીડ ટ્રેને વિમાનને કચડી નાખ્યું હતુ. પરંતુ પોલીસે તે સમયે પ્લેનમાં ફસાયેલા પાયલોટને બહાર કાઢીને તેનો જીવ બચાવ્યો હતો. વિમાનમાં ફસાયેલા પાયલોટને જીવનાં જોખમે પોલીસે બહાર કાઠ્યો અને આવી રહેલી ટ્રેનથી દૂર કર્યો. થોડી ક્ષણો પછી, કેમેરામાં ટ્રેન ક્રેશ થયેલા પ્લેન સાથે અથડાઈ રહી હતી. NPR અનુસાર, પ્લેન ક્રેશ કેલિફોર્નિયાનાં લોસ એન્જલસનાં પકોઇમા પડોશમાં વ્હાઇટમેન એરપોર્ટનાં રનવેની સમાંતર ચાલતા રેલવે ટ્રેક પર થયો હતો. આ ફૂટેજ રવિવારે લોસ એન્જલસ પોલીસ વિભાગ (LAPD) દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું હતું, જ્યાં તેને લાખો વખત જોવામાં આવ્યું છે.
https://twitter.com/LAPDHQ/status/1480363436311670784?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1480363436311670784%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fndtv.in%2Fzara-hatke%2Fplane-hit-by-train-after-crashing-on-train-tracks-police-saves-pilot-in-california-see-shocking-video-2701222
આ વીડિયોને ટ્વિટર પર 4 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે, જેમાં સેંકડો ટિપ્પણીઓ પોલીસની ઝડપી વિચારસરણીની પ્રશંસા કરે છે. બચાવ અધિકારી ડેમિયન કાસ્ટ્રોએ CNN ને કહ્યું કે, તેમની પાસે બચાવ દરમિયાન વિચારવાનો સમય નહતો. તેમણે કહ્યું, “તે ખૂબ ઝડપથી થયું, અમારી પાસે ખરેખર વિચારવાનો એટલો સમય નહોતો.” ઓફિસર ક્રિસ્ટોફર એબોયટે CNN ને જણાવ્યું હતું કે, તે પાયલોટને બહાર કાઢવા પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરે છે. તે ખરેખર ટ્રેન જોવા પાછળ ફર્યો ન હતો. મેં મારી પાછળ એક સાથીદારને કહેતા સાંભળ્યા, ‘ટ્રેન આવી રહી છે અને અમારે તેને હવે બહાર કાઢવાની જરૂર છે,’
