- વડોદરામાં સગીરા પર દુષ્કર્મની ઘટના
- ન્યુ વી.આઈ.પી રોડ પાસે ઘટના બની
- 3 નરાધમોએ બસમાં ખેંચી સગીરા પર આચર્યું દુષ્કર્મ
- એક યુવકે બસમાં દુષ્કર્મ આચર્યું
- બે યુવાનોએ દરવાજે વોચ રાખી
- સગીરાના પરિવારે પો.સ્ટે.માં નોંધાવી ફરિયાદ
- હરણી પોલીસ સ્ટે.માં નોંધાવી ફરિયાદ
- પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
દેશમાં હજુ પણ ઘણી સગીરાઓ માણસનાં ચહેરામાં ફરતા હેવાનોનો શિકાર બની રહી છે. તાજેતરમાં વડોદરામાં એક સગીરા પણ કઇંક આવા જ હેવાનોનો શિકાર બની છે. વડોદરાની ન્યુ વી.આઈ.પી રોડ પાસે ત્રણ નરાધમોએ એક સગીરાને તેમની હવસનો શિકાર બનાવી હતી.
આ પણ વાંચો – Covid-19 / સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનાં કેસ વધતા કેન્દ્રીય રાજ્યમંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાએ તાકીદની બેઠક બોલાવી
રાજ્યમાં દિકરીઓ હવે સલામત હોય તેવુ લાગી રહ્યુ નથી. રાજ્યમાં હવે દુષ્કર્મની ઘટના જાણે સામાન્ય બની ગઇ છે. એવુ કહેવાતુ હતુ કે એકવાર દુષ્કર્મ આચનારા માણસોને ફાંસી આપવાની શરૂઆત થશે તો આવી ઘટાનાઓમાં ઘટાડો થશે પરંતુ આજે પણ આ હેવાનો આ ખરાબ કૃત્ય કરવામાં આગળ દેખાઇ રહ્યા છે, ત્યારે રાજ્યનાં વડોદરામાં પણ સગીરાને નરાધમોએ પોતાની હવસનો શિકાર બનાવી. આ કૃત્ય ન્યુ વી.આઈ.પી રોડ પાસે કરવામાં આવ્યુ હોવાનુ સામે આવી રહ્યુ છે. જ્યા 3 નરાધમોએ બસમાં સગીરાને પહેલા ખેંચી હતી, ત્યારબાદ 2 યુવનાએ બસનાંદરવાજે વોચ રાખી અને એક યુવકે સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતુ. આ અંગે હવે સગીરાનાં પરિવારે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
