સુરેન્દ્રનગર જિલ્લામાં હવે કોરોના કેસનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. સોમવારે વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં એકટીવ કેસની સંખ્યા 78ની થઈ ગઇ છે. જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને ધ્યાનમા રાખી કેન્દ્રીય રાજ્ય મંત્રીએ જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજી હતી.
આ પણ વાંચો – Festival / ઉત્તરાયણમાં પક્ષી બચાવવા હેતુ કરૂણા અભિયાન શરૂ, રાજ્ય સરકારે જાહેર કરી હેલ્પલાઇન નંબર
આ અંગેની વધુમાં મળતી વિગત એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાતા ચિંતા વધી છે. RT-PCR ટેસ્ટ અને 312 એન્ટીજન ટેસ્ટ મળીને કુલ 2251 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં RT-PCR ટેસ્ટમાં બે અને એન્ટીજન ટેસ્ટમાં 14 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. આ 16 કેસમાં વઢવાણ તાલુકામાં સાત કેસ, લીંબડી તાલુકામાં પાંચ કેસ, ધ્રાંગધ્રા તાલુકામાં એક કેસ અને લખતર તાલુકામાં ત્રણ કેસ પોઝિટિવ નોંધાયા હતા. તમામ પોઝિટિવ દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી કેન્દ્રીય રાજ્યમંત્રી અને સુરેન્દ્રનગરનાં સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરાએ જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, જીલ્લા કલેકટર એ.કે. ઔરંગાબાદકર, જીલ્લા વિકાસ અધિકારી, આરોગ્ય અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો –Festival / સુરેન્દ્રનગર જિલ્લામાં પતંગ રસીયાઓને પતંગ ચગાવવું પડશે મોંઘુ, ઘરાકીમાં આવી મંદી
ચોટીલા ખાતેની રેફરલ હોસ્પિટલમાં 45 બેડ ઉભા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ચોટીલાનાં નાયબ કલેકટર આર.બી.અંગારીએ અધિકારીઓ સાથે બેઠક યોજી માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સની ગાઈડલાઈનનું કડક પાલન કરાવવા તેમજ લોકોને આ અંગે જાગૃત કરવા અધિકારીઓને સુચના આપી હતી.
