ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે. ત્યારે, ઝાલાવાડમાં પતંગ રસીયાઓએ તૈયારી હાથ ધરી છે. અહી પતંગ અને દોરીનાં ભાવમાં 25થી 30 ટકાનો ભાવ વધારો થયો છે. કાચો માલ મોંઘો બનતા પતંગ અને દોરીનાં વેપારીઓએ પણ ભાવ વધારો કર્યો છે.
આ પણ વાંચો – સુરત / ઉતરાયણ પહેલા વેપારીઓને પડી કોરોનાની માર, ખરીદીમાં આવ્યો અંદાજે 25 ટકા ઘટાડો
મોંઘવારીનાં માર સાથે કોરોના ઈફેક્ટથી ઉતરાયણનું પર્વ ફિક્કુ પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. પતંગ રસીયાઓનો પ્રિય તહેવાર ઉતરાયણ નજીક આવી રહ્યો છે. કાળઝાળ મોંઘવારીની આગ તહેવારોને પણ સ્પર્શી રહી છે. આ વર્ષે મકરસંક્રાન્તિ પહેલા પતંગ-દોરાનાં ભાવોમાં તોતીંગ વધારો થતા પતંગ રસીયાઓ માટે ઉતરાયણમાં પતંગ ચગાવવાનુ મોંઘુ બની રહેશે તેમ જાણવા મળ્યુ છે. આ અંગે બજારનાં વર્તુળો જણાવે છે કે, ઉતરાયણનાં તહેવાર પ્રસંગે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ પતંગ-દોરાનાં ભાવમાં તોતિંગ વધારો થયો છે. પતંગનાં ભાવમાં આ વર્ષે 25થી 30 ટકાનો વધારો થયો હોવાનું તથા દોરાનાં ભાવમાં ફિરકીએ 100 રૂપિયાનો વધારો થયો હોવાનુ જાણવા મળે છે. વેપારીઓનાં કહેવા મુજબ પતંગનાં માલની અછત છે. ચાઈનાથી કાગળની આયાત બંધ થઈ જતા ભારતમાં કાગળનાં ભાવો આસમાને છે. તેથી પતંગનાં ભાવમાં 25થી 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તેવી જ રીતે બ્રાન્ડેડ દોરીનાં ભાવમાં પણ (બે હજાર વારની ફિરકીનાં ભાવમાં) 100 થી 150નો વધારો થયો છે.
આ પણ વાંચો – Festival / ઉત્તરાયણમાં પક્ષી બચાવવા હેતુ કરૂણા અભિયાન શરૂ, રાજ્ય સરકારે જાહેર કરી હેલ્પલાઇન નંબર
આથી કાળઝાળ ર્મેંઘવારીમાં પીસાતા સામાન્ય મધ્યમ વર્ગ માટે ઉતરાયણમાં પતંગની મજા માણવાનુ પણ મોંઘુ બનશે. હાલ શહેરમાં પતંગ-દોરાના સ્ટોલ શરૂ થઈ ગયા છે. પણ ઘરાકી નહિંવત જોવા મળી રહી છે. ઉતરાયણમાં પતંગની સાથો સાથ દાન-પુણ્યનુ મહત્વ હોય છે. મહાજન સંસ્થાઓ ગૌશાળાઓને મોટા પાયે દાન મળતુ હોય છે. પણ ચાલુ વર્ષે મોંઘવારીએ માઝા મુકી હોવાથી દાનનો પ્રવાહ ઘટે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. લોકો કહે છે કે, ઉત્સવપ્રિય સરકારમાં જનતા માટે તહેવારો ઉજવવાનુ કપરૂ બની રહ્યું છે તે સામાન્ય પ્રજાજનોની કમનસીબી છે.
