Helth/ આ રંગના ગાજરમાં અનેક પ્રકારના વિટામિન્સનો ખજાનો છે..

ઠંડીની સિઝન બરોબર જામી છે ત્યારે હેલ્થને ધ્યાનમાં રાખીને ગાજરનો ઉપયોગ વધારે કરવામાં આવે છે, ગાજર ખૂબ જ પૌષ્ટિક હોય છે તેમાં પણ ખાસ કરીને શિયાળામાં મળતા ગાજરનો સ્વાદ કઇંક અલગ જ હોય છે

Health & Fitness Lifestyle

ઠંડીની સિઝન બરોબર જામી છે ત્યારે હેલ્થને ધ્યાનમાં રાખીને ગાજરનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. ગાજર ખૂબ જ પૌષ્ટિક હોય છે તેમાં પણ ખાસ કરીને શિયાળામાં મળતા ગાજરનો સ્વાદ કઇંક અલગ જ હોય છે. સલાડમાં ગાજરનો ઉપયોગ થાય છે સાથે તેનો હલવો અને અથાણું પણ બને છે. આ તો થઈ લાલ ગાજરની વાત. પરંતુ શું તમે કાળા રંગનું ગાજર જોયું છે?  જી હા, કાળા રંગનું ગાજર આવે છે અને તેમાં વિટામિન્સનો ખજાનો રહેલો છે.

દેસી ગાજર પણ કહેવામાં આવે છે

કાળું ગાજર એક ખાસ પ્રકારનું ગાજર છે. જેને વૈજ્ઞાનિક રૂપથી કૈરોટા સબસ્પના રૂપમાં જાણવામાં આવે છે. આ ચીન અને ભારતમાં સૌથી વધુ મળે છે. કાળા ગાજર, જેને દેસી ગાજર પણ કહેવામાં આવે છે. તે તમામ રંગના ગાજર કરતા વધારે પૌષ્ટિક હોય છે. તેમાં ફાયબર, પોટેશિયમ, વિટામિન-એ, વિટામિન-સી, વિટામિની-બી જેવા પૌષ્ટિક ગુણો હોય છે. જે ઈમ્યુનિટિ વધારવા માટે મદદ કરે છે. કાળા ગાજરનો સ્વાદ અન્ય ગાજર કરતા અલગ હોય છે. તે વધુ મીઠું અને સ્વાદિષ્ટ હોય છે. અવધમાં ખાસ કરીને કાળા ગાજરનું મોટા પાયે ઉત્પાદન થાય છે. કેટલીક જગ્યાએ આ ગાજરનો હલવો પણ મળે છે. સામાન્ય ગાજરના હલવાની જેમ જ તેનો હલવો બનાવી શકાય છે. અને તે સ્વાદિષ્ટ પણ લાગે છે.

અનેક ગુણથી ભરપૂર

કાળા ગાજર અનેક ગુણો ધરાવે છે. જો તેને ડાયેટમાં સામેલ કરવામાં આવે તો શરીરને ફિટ રાખવામાં મદદ મળશે. સાથે જ તમારી ત્વચા સાથે જોડાયેલી સમસ્યાનું પણ સમાધાન આવી શકે છે. એટલુ જ નહીં  કાળું ગાજર એક એવું શાકભાજી છે, જેમાં કેલેરી ઓછી હોય છે. જેના કારણે વજન ઓછું કરવામાં ફાયદો થાય છે. સાથે જ રિસર્ચમાં એ વાતનો ખુલાસો થયો છે કે, તેનામાં એન્ટી ઓક્સીડન્ટમ કેન્સરથી લડવાના ગુણો હોય છે. આર્થરાઈટિસના દર્દ અને હાર્ટની સમસ્યા માટે પણ તેની ઉપયોગ થઈ શકે છે. કાળા ગાજરનો જ્યુસ પીવાથી ફેટી લિવર, હાઈ બ્લડ સુગર, હાઈ બીપી અને હાર્ટની માંસપેશીઓમાં જકડાવાની સમસ્યાને દૂર કરી શકાય છે.

ગાજરનો ઉપયોગ ન કરો તો પણ તેને સલાડમાં કાચું ખાવાની પણ ખુબ મજા આવે છે. બજારમાં લાલ ગાજરની સાથો-સાથ કેસરી રંગના અને સામાન્ય પીળાશ લાગતા ગાજર પણ મળે છે. આ ઉપરાંત કાળા અને જાંબલી રંગના ગાજર પણ બજારમાં મળતા હોય છે. દરેક ગાજરમાં રંગની સાથે-સાથે સ્વાદ અને ગુણમાં પણ તફાવત છે.