Not Set/ ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસે બીજી ઉમેદવારની યાદી જાહેર કરી,16 મહિલાઓને સ્થાન

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 માટે ઉમેદવારોની બીજી યાદી પણ બહાર પાડી છે. આ યાદીમાં કુલ 41 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Top Stories India

કોંગ્રેસે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 માટે ઉમેદવારોની બીજી યાદી પણ બહાર પાડી છે. આ યાદીમાં કુલ 41 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં 16 મહિલાઓના નામ છે. ઉલ્લેખનીય છે  કે, અગાઉ પાર્ટીએ પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં 125 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રથમ યાદીમાં 50 મહિલાઓને સ્થાન મળ્યું છે.

મળતી માહિતી અનુસાર, કોંગ્રેસે બીજી યાદી દ્વારા જે બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે તે છે શામલી, મુઝફ્ફરનગર, ખતૌલી, કૈરાના, થાના ભવન, બાગપત, સરધના, મેરઠ, ધૌલાના, મોદી નગર, દિબાઈ, ખુર્જા વગેરેનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ યાદી અને બીજી યાદી સહિત 166 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આમાં કુલ 66 મહિલા ઉમેદવારો છે.