જામનગરમાં વધુ એક અધિકારી કોરોના સંક્રમિત
મ્યુનિ.કમિશનર બાદ હવે ડેપ્યુ.કમિશનર થયા સંક્રમિત
ડે.કમિશનર એ.કે.વસ્તાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
હોમ આઇસોલેટ થયા એ.કે.વસ્તાણી
સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કરી અપીલ
દેશમાં કોરોનાની ત્રીજી લહેરએ રફતાર પકડી છે આજે પણ ભારતમાં 3 લાખથી વધુ કેસ નોંધાયા છે,અને 491 દર્દીઓનાં મોત થયા છે, ગુજરાતમાં પણ કોરોનાના કેસ ખુબ વધી રહ્યા છે, રાજ્યના અનેક સરકારી અધિકારી અને રાજકીય નેતા અને સેલેબ્સ કોરોના સંક્રમિત જોવા મળી રહ્યા છે.જામનગરમાં વધુ એક અધિકારી કોરોના સંક્રમિત થઇ ગયા છે, મ્યુમિસિપલ કમિશનર બાદ હવે ડેપ્યુ.કમિશનર કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. એં.કે. વસ્તાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ હાલ હોમ આઇસોલેટ થયાં છે. તેમણે સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં નવા 20996 કેસ નોંધાયા છે. મહાનગર અમદાવાદમાં સૌથી વધુ 8391 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 3318, વડોદરામાં 1918, રાજકોટમાં 1259, વલસાડમાં 387, ગાંધીનગરમાં 446, ભરૂચમાં 302, સુરતમાં 656, ભાવનગરમાં526, નવસારીમાં 278, મોરબીમાં265, મહેસાણામાં 258, જામનગરમાં 255 અને કચ્છમાં 194 કેસ નોંધાયા છે.આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 9828 દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો 90726 છે. જ્યારે કુલ કેસનો આંકડો 9,86,341 સુધી પહોંચ્યો છે. સારવાર લઇને સાજા થયેલા દર્દીઓની સંખ્યા 8,66,338 છે. કોરોનાના કારણે રાજ્યમાં 12 દર્દીઓના મરણ થયા છે.
