Not Set/ રાજ્યમાં કોરોના વિસ્ફોટ,એક જ દિવસમાં 24 હજારથી વધુ કેસ 13 દર્દીના મોત

આજે રાજ્યમાં કોરોનાના નવા કેસ 25 હજારની નજીક પહોંચી ગયા છે. જ્યારે સૈાથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે

Top Stories Gujarat

રાજ્યમાં કોરોનાથી આજે 13 દર્દીઓના મોત
રાજ્યમાં કોરોના વિસ્ફોટ, કેસ 25000 ને નજીક
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 24485 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 9737 કેસ
સુરત શહેરમાં 2981, વડોદરામાં 2823 કેસ
રાજકોટમાં 1333, સુરતમાં 728 કેસ
આણંદમાં 558, ભાવનગરમાં 529 કેસ
ગાંધીનગરમાં 509, જામનગરમાં 471 કેસ
છેલ્લા 24 કલાકમાં 10,310 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1,04,888
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 10,10,826
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,86,476

વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારત દેશ પણ તેમાંથી બાકાત નથી, દેશમાં પણ કોરોનાના નવા કેસની રફતાર પુરજોશમાં વધી રહી છે. દેશના અનેક રાજ્યોમાં પણ કોરોના સંક્રમણના કેસ ખુબ વધી રહ્યા છે.સરકારે કોરોના સામેની જંગમાં વેક્સિનેશ પર ભાર મુકી રહી છે અને અનેક સ્થળો પર વેક્સિનેશન સેન્ટર કાર્યરત કર્યા છે, આજે રાજ્યમાં કોરોનાના નવા કેસ 25 હજારની નજીક પહોંચી ગયા છે. જ્યારે સૈાથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે.

આરોગ્ય વિભાગના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે કોરોનાની સ્થિતિ રાજ્યમાં ભયાવહ છે.અમદાવાદમાં નવા સંક્રમણના કેસ 9737,જ્યારે સુરતમાં2981 અને વડોદરામાં2823 કેસ નોંધાયા છે,રાજકોટમાં1333,આણંદમાં 558,ભાવનગર 529 કેસ નોંધાયા છે.ગાંધીનગરમાં 509 કેસ અને જામનગર 471 કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપીને સાજા થયેલા 10 હજારથી વધુ લોકો ડિસ્ચાર્જ,જયારે ગુજરાતમાં કુલ એકટિવ કેસ 1,04,888,જ્યારે કુલ કેસનો આંકડો 10,10,826 પર પહોચ્યો છે.જયારે સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,86,476 છે.