અમેરિકાનાં અલાબામામાં ડોક્ટર્સે એક એવું કારનામું કર્યું છે જેને સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. અહીં ડોક્ટર્સની ટીમે બ્રેન ડેડ દર્દી પર ડુક્કરની કીડની લગાવી દીધી છે. આ ઓપરેશન 57 વર્ષીય જીમ પર્સન્સ પર અલાબામા યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો – Shocking / વૃદ્ધનું ઘર પૂરી રીતે સળગી ગયુ પણ બિલાડી બચી ગઇ તો ખુશીમાં રડવા લાગ્યા, જુઓ આ ભાવુક Video
કહેવાય છે કે, ગયા વર્ષે (2021) સપ્ટેમ્બરમાં 57 વર્ષીય જીમ પર્સન્સનો ગંભીર બાઇક અકસ્માત થયો હતો અને ત્યારથી તેનું બ્રેન ડેડ છે. આ સ્થિતિમાં તેની બંને કિડની પણ બગડી ગઈ હતી. પરિવાર તરફથી પરવાનગી મળ્યા પછી, દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું અને બંને કિડનીને જીનેટિકલી મોડિફાઈડ પિગની કિડની સાથે બદલવામાં આવી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓપરેશન બાદ કિડનીએ તુરંત જ કામ કરવાનું શરૂ કર્યું અને દર્દીની સ્થિતિ પણ સ્થિર છે. ચોંકાવનારી વાત એ છે કે આ પહેલા ડોક્ટર્સ પણ ડુક્કરનું હાર્ટ માનવ શરીરમાં લગાવી ચૂક્યા છે અને 12 દિવસ પછી પણ તે ઠીક છે. આ ઓપરેશન અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડમાં કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે વ્યક્તિની સ્થિતિ સ્થિર છે અને તે પહેલા કરતા વધુ સ્વસ્થ અનુભવી રહ્યો છે. એ વાત જાણીતી છે કે આ પહેલા લગભગ 25 વર્ષ પહેલા એક ડુક્કરનું હાર્ટ માણસમાં આ પ્રકારનું ઓપરેશન કરીને ઈમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ તે પછી દર્દી માત્ર સાત દિવસ જ જીવી શક્યો હતો.

આ પણ વાંચો – International Flight Operations / વિદેશ જવા-આવવાનું બનશે મુશ્કેલ, આ તારીખ સુધી સ્થગિત રહેશે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ
આ ઓપરેશન ભારતનાં પ્રખ્યાત સર્જન ડૉ. ધની રામ બરુઆએ કર્યું હતું. તેણે હોંગકોંગનાં ડૉક્ટર સાથે મળીને 1997માં આસામનાં ગુવાહાટીનાં એક માણસનાં શરીરમાં ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. ઓપરેશન સંપૂર્ણપણે સફળ રહ્યું ન હોતું અને સાત દિવસ પછી દર્દીનું મૃત્યુ થયું હતું. ડો. બરુઆની હત્યા નહીં પણ દોષિત હત્યા માટે ધરપકડ કરવામાં આવી અને જેલમાં મોકલવામાં આવ્યો.
