Not Set/ બિહાર : બસ પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ૨૭ લોકોના ઘટનાસ્થળે જ મોત

મોતિહારી બિહારના મોતિહારી પાસે એક બસ પલટ્યા બાદ લાગેલી આગના કારણે એક ગંભીર ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં અંદાજે ૨૭ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજી ચુક્યા છે જયારે આ આંકડો હજી પણ આગળ વધી શકે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. #SpotVisuals: Total 27 people have died due to fire […]

Top Stories India

મોતિહારી

બિહારના મોતિહારી પાસે એક બસ પલટ્યા બાદ લાગેલી આગના કારણે એક ગંભીર ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં અંદાજે ૨૭ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજી ચુક્યા છે જયારે આ આંકડો હજી પણ આગળ વધી શકે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ બસ મુઝફ્ફરપુરથી દિલ્લી તરફ જઈ રહી હતી ત્યારે અચાનક જ પલટી મારી ગઈ હતી અને બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બસમાં ડ્રાઈવર અને કંડકટર સાથે કુલ ૩૨ લોકો સવાર હતા જેમાં ૨૭ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્ય હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે.

બસના ડ્રાઈવરે અચાનક જ સંતુલન ગુમાવવાના કારણે બસ રસ્તા પરથી પલટી મારી ગઈ હતી. ત્યારબાદ એકાએક જ બસમાં આગ ફાટી નીકળી હતી અને પૂરી બસમાં ટુંક જ સમયમાં આગ પ્રસરી ગઈ હતી. આ આગ એટલી ઝડપથી આગળ વધી હતી કે સવાર મુસાફરો કઈક કરે તે પહેલા જ તેઓને પોતાના જીવ ગુમાવ્યા હતા.

મોતિહારી પાસે બનેલી આગની ગંભીર ઘટના બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ ખેદ જતાવ્યો હતો. આ ઘટના અંગે જણાવતા તેઓએ કહ્યું, “આ એક દુઃખદ ઘટના છે તેમજ સ્થાનિક પ્રશાસન પણ હાલ ઘટનાસ્થળે પહોચી ચુક્યું છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોએ હરસંભવ મદદ કરવામાં આવશે”.

બીજી બાજુ આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા તેઓ પણ ઘટનાસ્થળે પહોચ્યા છે અને રાહત અને બચાવનું કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે.