કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી કિરેન રિજિજુએ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં કારગિલ જિલ્લાનાં પદુમ ખાતે પ્રથમ ખેલો ઈન્ડિયા જનસ્કર વિન્ટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું. તેનું આયોજન લદ્દાખ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો – બેદરકારી / મહિલાની માસ્ક ન પહેરવાની જીદનાં કારણે અધવચ્ચેથી પરત ફર્યુ વિમાન
કુદરતી સૌંદર્યથી ઘેરાયેલા વિશ્વનાં શ્રેષ્ઠ ક્રિકેટ સ્ટેડિયમોમાંનું એક હિમાચલ પ્રદેશનાં ધર્મશાળામાં છે. પરંતુ હવે આ યાદીમાં એક ફૂટબોલ સ્ટેડિયમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે લદ્દાખનાં કેન્દ્રશાસિત પ્રદેશ લેહમાં આવેલું છે. પહાડોની વચ્ચે બનેલું આ સુંદર સ્ટેડિયમ લેહનાં સ્પિતુકમાં છે. રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે શનિવારે લેહનાં સ્પિતુકમાં બનેલા આ સુંદર ફૂટબોલ સ્ટેડિયમનો હવાઈ દૃશ્ય શેર કર્યો. ફૂટબોલ સ્ટેડિયમ દરિયાની સપાટીથી 11,000 ફૂટ ઉપર બાંધવામાં આવ્યું છે અને તે ખેલો ઈન્ડિયા સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો એક ભાગ છે. જણાવી દઇએ કે, ખેલો ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ લદ્દાખને લેહમાં તેનો પહેલો ઓપન સિન્થેટિક ટ્રેક અને ફૂટબોલ ટર્ફ મળ્યો છે. આ અંગે સેરિંગ સ્ટોબગ્યાસ કહે છે કે, “હું અહીં મેરેથોન દોડવીરોનો કોચ છું. આ પહેલા, અમારે રસ્તાઓ પર દોડવું પડતું હતું. હવે, અમે સુધારણાનાં સાક્ષી છીએ કારણ કે હવે અમે અંતર અને ઝડપ સરળતાથી માપી શકીએ છીએ.”
Ladakh gets its first open synthetic track & football turf in Leh under Khelo India programme
"I'm a coach for marathon runners here. Before this, we had to run on roads. Now, we're witnessing improvement because we can now measure distance & speed easily," says Tsering Stobgyas pic.twitter.com/Upwv5FNNGb
— ANI (@ANI) January 21, 2022
આ પણ વાંચો – Shocking / હોલિવૂડ અભિનેત્રી પામેલા એન્ડરસન એકવાર ફરી લેવા જઈ રહી છે છૂટાછેડા
અનુરાગ ઠાકુરે સ્ટેડિયમની તસવીર ટ્વિટર પર શેર કરી છે. ઠાકુરે પોતાના ટ્વીટમાં એ પણ ઉલ્લેખ કર્યો કે, કેવી રીતે ભારતમાં રમતગમતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સારું થઈ રહ્યું છે અને વધુ ઊંચાઈએ પહોંચી રહ્યું છે. સ્ટેડિયમનાં આકર્ષક દૃશ્યે ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. સરકારે ખેલો ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ લોકો માટે વિવિધ રમત સુવિધાઓ વિકસાવવા માટે આ પહેલ કરી છે, જે અંતર્ગત આ દૂરનાં વિસ્તારોમાં આ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે.
https://twitter.com/Anurag_Office/status/1482272973583437830?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1482272973583437830%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fnational%2Fstory-football-stadium-built-in-ladakh-leh-at-an-altitude-of-11000-feet-anurag-thakur-shares-picture-5583877.html
આ સ્ટેડિયમ લગભગ સંપૂર્ણપણે તૈયાર છે. સ્ટેડિયમ તેના અદ્યતન તબક્કામાં છે અને ટૂંક સમયમાં ખેલાડીઓ અને ચાહકો માટે ખોલવામાં આવશે. ભૂતપૂર્વ કેન્દ્રીય રમતગમત પ્રધાન કિરેન રિજુજુએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રાજ્યમાં ફૂટબોલ માટે સિન્થેટિક ટ્રેક અને એસ્ટ્રોટર્ફ સહિત વિવિધ રમત સુવિધાઓનો શિલાન્યાસ કર્યો હતો. સ્પિતુકનાં લોકો અને પ્રોફેશનલ ફૂટબોલ પ્લેયર બનવાની ઈચ્છા ધરાવતા બાળકો માટે સ્ટેડિયમ કોઈ સપનાથી ઓછું નથી. એકવાર સ્ટેડિયમ સ્થાનિક લોકો માટે ખુલશે અને સુંદર લેન્ડસ્કેપ વચ્ચે ફૂટબોલ મેચ યોજવાનું શરૂ કરશે ત્યારે લદ્દાખમાં ચોક્કસપણે તેમના સપનામાં વધુ એક પીછા ઉમેરાશે.
