Not Set/ બાંગ્લાદેશનાં બોલરે કરી પુષ્પાનાં સિગ્નેચર એક્ટની નકલ

બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) માં સિલહટ સનરાઈઝર્સ તરફથી રમતા ડાબા હાથનાં સ્પિનર ​​નજમુલ ઈસ્લામે કોમિલા વિક્ટોરિયન્સ સામે શોહિદુલ ઈસ્લામની વિકેટ લીધા બાદ અલ્લુ અર્જુનનાં પ્રખ્યાત ડાયલોગની નકલ કરવાનો પ્રયાસ કર્યો હતો.

Sports
બાગ્લાદેશી બોલરે કરી પુષ્પા સિગ્નેટર એક્ટની નકલ

તેલુગુ ફિલ્મ પુષ્પા ટ્રેન્ડસેટર ફિલ્મ સાબિત થઈ રહી છે. લોકો પુષ્પાનાં ગીતો, ડાયલોગ્સથી લઈને એક્શન સુધીનાં ટ્રેન્ડને કોપી કરતા જોવા મળી રહ્યા છે. થોડા દિવસો પહેલા ઓસ્ટ્રેલિયાનાં ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે આ જ ફિલ્મનાં શ્રીવલ્લીનાં ગીતનાં ડાન્સ સ્ટેપ્સની નકલ કરીને ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. હવે પુષ્પાનો ફિલ્મનો ક્રેઝ બાંગ્લાદેશમાં રમાતી T20 લીગ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) માં જોવા મળ્યું હતું.

આ પણ વાંચો – Beautiful Player / ક્રિકેટ અને ફૂટબોલ વર્લ્ડકપ રમનારી એકમાત્ર ખેલાડી એલિસ પેરીની સુંદરતા કોઇ મોડલ કે અભિનેત્રીથી ઓછી નથી, જુઓ Photos

બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) માં સિલહટ સનરાઈઝર્સ તરફથી રમતા ડાબા હાથનાં સ્પિનર ​​નજમુલ ઈસ્લામે કોમિલા વિક્ટોરિયન્સ સામે શોહિદુલ ઈસ્લામની વિકેટ લીધા બાદ અલ્લુ અર્જુનનાં પ્રખ્યાત ડાયલોગની નકલ કરવાનો પ્રયાસ કર્યો હતો. જણાવી દઇએ કે, બેટ્સમેન શોહિદુલ ઈસ્લામે મિડ-ઓફ પર નજમુલ ઈસ્લામને મોટો શોટ લગાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બોલને બાઉન્ડ્રી પાસે રવિ બોપારાએ એક શાનદાર ડાઈવ સાથે કેચ કરી લીધો હતો, ત્યારબાદ નજમુલ પુષ્પરાજની નકલ કરતો જોવા મળ્યો હતો. સિલહટ સનરાઈઝર્સ અને કોમિલા વિક્ટોરિયન્સ વચ્ચેની મેચમાં નજમુલ ઈસ્લામે 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ઓછા સ્કોરિંગ મેચમાં, કોમિલા વિક્ટોરિયન્સે સિલહટ સનરાઇઝર્સને 2 વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા સિલહટે માત્ર 96 રન બનાવ્યા હતા અને વિક્ટોરિયન્સને 97 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વિક્ટોરિયનોએ પણ આ લક્ષ્ય હાંસલ કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. વિક્ટોરિયન્સે 8 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

આ પણ વાંચો – LLC T20 / ઈમરાન તાહિરે માત્ર 19 બોલમાં ફટકાર્યા 52 રન, મુશ્કિલ સમયમાં ટીમને અપાવી જીત

આ પહેલા ઓસ્ટ્રેલિયાનાં ઓપનિંગ બેટ્સમેને પણ પુષ્પરાજનાં એક ગીત પર તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ પુષ્પરાજનાં ડાયલોગની નકલ કરતા તેનો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ ફિલ્મનાં ગીતો, ડાન્સ સ્ટેપ્સ અને ડાયલોગ્સ ઇન્ટરનેટ પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે.