Sports News : જાપાનમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી એશિયન ગેમ્સ 2026 પહેલા ભારતીય ખેલ જગત માટે એક માઠાં સમાચાર સામે આવ્યા છે. ભારતના સ્ટાર ભાલા ફેંકનાર (Javelin Thrower) અને બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા (Neeraj Chopra)ઈજાના કારણે સમગ્ર 2026 સિઝન અને એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગયા છે.
આ અણધાર્યા ફેરફાર બાદ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (AFI) એ નીરજના સ્થાનિક વિકલ્પ તરીકે કોમનવેલ્થ ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા યશવીર સિંહ (Yashveer Singh)ના નામની જાહેરાત કરી છે.ફેડરેશનના પ્રમુખ બહાદુર સિંહ સાગુએ પ્રેસ કોન્ફરન્સમાં આ નિર્ણયની પુષ્ટિ કરતાં જણાવ્યું કે યશવીરનું તાજેતરનું શ્રેષ્ઠ પ્રદર્શન તેને ટીમમાં સ્થાન અપાવવા માટે મુખ્ય કારણ બન્યું છે.
Neeraj Chopra : યશવીર સિંહ માટે સુવર્ણ તક અને શાનદાર ફોર્મ
યશવીરે 2026ની કોમનવેલ્થ ગેમ્સમાં 85.41 મીટરનો શાનદાર થ્રો કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે જ તેઓ કાશીનાથ નાયક અને નીરજ ચોપરા પછી આ સ્પર્ધામાં મેડલ લાવનાર ત્રીજા ભારતીય બન્યા હતા.વર્ષ 2026 ની સિઝનમાં યશવીરે ભાગ લીધેલી 8 માંથી 6 મોટી ટૂર્નામેન્ટ્સમાં 80 મીટરથી વધુ દૂર ભાલો ફેંકીને પોતાની ક્ષમતા સાબિત કરી છે.નીરજ ચોપરાની ગેરહાજરીમાં હવે દેશની નજરો યશવીર સિંહ પર રહેશે, જેઓ પોતાના શ્રેષ્ઠ થ્રો સાથે ભારત માટે ગોલ્ડ મેડલ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
આ પણ વાંચો :ઈમ્પેક્ટ પ્લેયર બનવાનો ધોનીનો ઈનકાર! તો શું 2027માં માહી ફરી વિકેટકીપર તરીકે રમશે?
આ પણ વાંચો :T20 શ્રેણીમાં સ્થાન ન મળતાં ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડરનું દર્દ છલકાયું; સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ
આ પણ વાંચો :IPL 2027: ઈમ્પેક્ટ પ્લેયર નિયમ પર ફરી ચર્ચા, BCCIએ ટીમો પાસેથી માંગ્યો અભિપ્રાય
